For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

બસ અને ટ્રક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત- એકસાથે 12 લોકોને ભરખી ગયો કાળ, 30 ઘાયલ

05:22 PM Jan 03, 2024 IST | V D
બસ અને ટ્રક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત  એકસાથે 12 લોકોને ભરખી ગયો કાળ  30 ઘાયલ

Bus Accident in Assam: આસામના ગોલાઘાટ જિલ્લામાં બુધવારે સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. પેસેન્જર બસ અને ટ્રક વચ્ચેની ભયાનક અથડામણમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે.આ ભયાનક અકસ્માત આસામ( Bus Accident in Assam )ના ડેરગાંવ વિસ્તારમાં થયો છે. ડેરગાંવના બાલીજાન વિસ્તારમાં પિકનિકર્સથી ભરેલી મિની બસ એક ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હતા. મૃત્યુ પામેલાઓમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. મળતી માહિતી મુજબ, આ અકસ્માત NH 37 પર સવારે લગભગ 5 વાગ્યે થયો હતો, જ્યારે બસ એક ટ્રક સાથે અથડાઈ હતી.ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ મૃત્યુઆંક વધવાની શક્યતા રહેલી છે. જિલ્લા વહીવટીતંત્ર પાસેથી મળેલી માહિતી અનુસાર, આસામના ગોલાઘાટ જિલ્લામાં દુર્ઘટનાનો ભોગ બનેલા તમામ લોકો પિકનિક માટે મિની બસમાં ટીલિંગા મંદિર જઈ રહ્યા હતા. આ દરમિયાન આ દર્દનાક અકસ્માત સર્જાયો હતો.

Advertisement

અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા
વાસ્તવમાં, ગોલાઘાટના પોલીસ અધિક્ષક રાજેન સિંહે જણાવ્યું હતું કે આ દુર્ઘટના આજે સવારે ડેરગાંવ નજીક બાલીજાનમાં થઈ હતી, જ્યારે 45 લોકોને લઈ જતી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત સમયે બસ આસામ તરફ જઈ રહી હતી.આગળ વધુમાં જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે અને ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તેમજ હાલમાં તપાસ ચાલુ છે અને વધુ વિગતો પછીથી બહાર આવશે. જોરહાટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના એક વરિષ્ઠ ડૉક્ટરે પત્રકારોને જણાવ્યું હતું કે 30 ઘાયલ લોકોની આરોગ્ય સુવિધામાં સારવાર કરવામાં આવી રહી છે.

Advertisement

અકસ્માત સવારે લગભગ 4.30 વાગ્યે થયો
સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર, આ અકસ્માત સવારે લગભગ 4.30 વાગ્યે થયો હતો. ગોલાઘાટના કામરગાંવથી તિનસુકિયા જિલ્લાના તિલંગા મંદિર તરફ પિકનિક માટે જઈ રહેલી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. તેણે કહ્યું, 'ફોર લેન હાઈવેના ક્ષતિગ્રસ્ત ભાગને કારણે ટ્રક જોરહાટથી ખોટી દિશામાં આવી રહી હતી, જ્યારે બસ જમણી લેનમાં હતી. સવારે ધુમ્મસ હતું અને બંને વાહનોની સ્પીડ વધુ હતી.

Advertisement

પોલીસનું નિવેદન સામે આવ્યું
સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, પિકનિકની બસ રાત્રીના લગભગ 3 વાગ્યે નીકળી હતી અને તેઓ તેમના સ્થળે પહોંચવાના હતા ત્યારે માર્ગેરિટાથી કોલસાથી ભરેલો એક ઝડપથી બસ સાથે અથડાયો હતો.આ ઉપરાંત નજરે જોનાર લોકોએ જણાવ્યું હતું કે,અકસ્માત સમયે બસમાં લગભગ 45 લોકો મુસાફરી કરી રહ્યા હતા જેઓ પિકનિક માટે અઠખેલિયાથી બોગીબીલ ગયા હતા. દરમિયાન સવારે 5 વાગે ટ્રક બસ સાથે અથડાઈ હતી. દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા તો અત્યાર સુધીમાં ઘણા મુસાફરોની હાલત નાજુક છે.

Advertisement

કેસની તપાસ ચાલુ છે
પોલીસનું કહેવું છે કે અકસ્માતમાં ઘાયલ લોકોની સારવાર ચાલુ છે. તબીબોની ટીમ તેની સ્થિતિ પર નજર રાખી રહી છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા 12 મુસાફરોના મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Tags :
Advertisement
Advertisement