Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

VIDEO: 11 વર્ષના બાળકને ક્રિકેટ રમતા-રમતા મળ્યું મોત; જાણો ક્યાંની છે આ ઘટના

06:06 PM May 06, 2024 IST | V D

Pune Accident: મહારાષ્ટ્રના પુણેમાં ક્રિકેટ રમતા 11 વર્ષના છોકરાનું મોત થયું હતું. મામલો પુણેના લોહેગાંવનો છે, જ્યાં ક્રિકેટ રમતા એક બાળકના પ્રાઈવેટ પાર્ટમાં(Pune Accident) બોલ વાગી ગયો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. મૃતક છોકરાની ઓળખ શૌર્ય ઉર્ફે શંભુ કાલિદાસ ખાંડવે તરીકે થઈ છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Advertisement

બાળકના પ્રાઈવેટ પાર્ટમાં બોલ વાગતા મોતને ભેટ્યો
પુણેના લોહેગાંવમાં ક્રિકેટ રમતી વખતે એક ચોંકાવનારી ઘટના બની છે. એક 11 વર્ષનો બાળક બોલિંગ કરી રહ્યો હતો. ત્યારબાદ બેટિંગ કરી રહેલા સાથી ખેલાડીએ શાર્પ શોટ રમ્યો હતો. બોલ સીધો બોલિંગ કરી રહેલા બાળકના પ્રાઈવેટ પાર્ટ પર વાગ્યો અને તે મેદાન પર પડ્યો. જેના કારણે તેનું મોત થયું હતું. બાળકના મોત બાદ હંગામો મચી ગયો છે અને તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બાળકને હોસ્પિટલ લઇ જતા મૃત જાહેર કર્યો
મળતી માહિતી મુજબ, શૌર્ય બોલિંગ કરી રહ્યો હતો અને એક બાળક બેટિંગ કરી રહ્યો હતો, જેવો જ શૌર્યએ બોલ ફેંક્યો, બેટ્સમેને બોલ સીધો શૌર્યની દિશામાં વાગ્યો અને તે તેના પ્રાઇવેટ પાર્ટમાં અથડાયો. થોડી વારમાં શૌર્ય બેભાન થઈને જમીન પર પડી ગયો અને મૃત્યુ પામ્યો.

Advertisement

તેને પડતા જોઈ અન્ય ખેલાડીઓ અને તેના મિત્રો તેની તરફ દોડી આવ્યા હતા અને શૌર્યને હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ત્યાં સુધીમાં શૌર્ય ઉર્ફે શંભુનું મોત થઈ ગયું હતું. હવે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે.

Advertisement

શૌર્ય દર્દથી ભારે પીડાઈ રહ્યો હતો અને થોડા ડગલાં ચાલીને જમીન પર પડી ગયો. તેને પડતો જોઈ અન્ય ખેલાડીઓ અને તેના મિત્રો તેની તરફ દોડ્યા. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં શૌર્યનું મોત થઈ ગયું હતું.ત્યારે આ બાળકના મોતના પગલે તેનો પરિવાર શોકમાં સરી પડ્યો છે.તેમજ અન્ય બાળકોને સાવચેતી રાખવા સલાહ આપી રહ્યો છે.

Advertisement
Tags :
Next Article