Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

અમરેલીમાં બસ અકસ્માતમાં, એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત,20 મુસાફરોને ગંભીર ઇજા

02:20 PM Mar 17, 2024 IST | Chandresh

Bus accident in Amreli: અમરેલીના ગાવડકા રોડ પાસે મીની બસ પલટતા બસમાં સવાર એક મુસાફરનું ઘટના સ્થળે મોત થયું હતું. અને 20 મુસાફરોને ગંભીર ઇજાઓ થઇ છે. ઈજાગ્રસ્ત મુસાફરોમાં 2 મુસાફરોની સ્થિતિ ગંભીર હોવાનું જણવા મળ્યું છે. આ બસ ધારીના ત્રંબકપુરથી અમરેલી પરત ફરી રહી હતી ત્યારે (Bus accident in Amreli) આ ઘટના ઘટી હતી.જેના કારણે અફરાતફરી મચી જવા પામી છે.

Advertisement

સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો
અમરેલીથી ધારીના ત્રબકપુર માતાજીના મંદિર દર્શન કરવા માટે કેટલાક અલગ અલગ લોકો આવ્યા હતા દર્શન કરી પરત ફરતા અકસ્માત સર્જાયો છે. ખાનગી સીટી રાઈડ બસ પુરપાટ સ્પીડમાં આવી રહી હતી અને અમરેલી નજીક ગાવડકા રોડ ઉપર સીટી રાઈડ બસમાં ગુટકો તૂટી જવાના કારણે સ્ટેરિંગ પર કાબુ ગુમાવી દેવાતા ડ્રાઈવરનું બેલેન્સ નહિ રહેતા બસ રોડ નજીક પલટી મારી જતા મોટી સંખ્યામાં સવાર પેસેન્જરોમાં દેકારો બોલી ગયો હતો. જેમાં એકનું મોત નિપજ્યું છે જ્યારે 20 લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો
બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા બસ રોડ પરથી નીચે ઉતારી હતી અને પલટી ખાઈ ગઈ હતી.આ દરમિયાન બસમાં સવાર એક મુસાફરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટના સ્થળ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થળ પર પોલીસ કાફલો પહોંચ્યો હતો. ઈજાગ્રસ્તોને 108 અને પ્રાઈવેટ વાહનો મારફતે સિવિલ હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા.

Advertisement

ઘટનાસ્થળ પર ટ્રાફિકજામના દ્રશ્યો
આ અકસ્માત સર્જતાં થોડીવાર ટ્રાફિકજામ સર્જાયો હતો અમરેલી પોલીસ પણ દોડી આવી હતી જેમા હિતેશભાઇ પોપટભાઈ અજુગીયા નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું અને અન્ય 2 લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી અન્ય 2 જેટલા લોકોને નાના મોટી ઇજાઓ થઈ હતી જેના કારણે 108 સહિત ખાનગી વાહનો મારફતે અમરેલી સિવિલ હોસ્પિટલ અને કેટલાકને અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે હાલ તમામ લોકોને સારવાર શરૂ કરાઇ છે.

ખાનગી બસ સીટી રાઈડનો અકસ્માત બાદ અમરેલી તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પોહચી બસ સાઈડમાં લેવડાવી ટ્રાફિક દૂર કરાવ્યો છે અને અકસ્માત કેવી રીતે સર્જાયો તેને લઈ નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Next Article