For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

અમિત શાહ પીવે છે આટલું બધું મોંઘુ પાણી, વાત વાતમાં જ ભાજપના મંત્રીએ કરી દીધો સનસનીખેજ ખુલાસો

12:40 PM May 12, 2022 IST | Mishan Jalodara
અમિત શાહ પીવે છે આટલું બધું મોંઘુ પાણી  વાત વાતમાં જ ભાજપના મંત્રીએ કરી દીધો સનસનીખેજ ખુલાસો

ગોવા(Goa)ની ભાજપ(BJP) સરકારમાં નાગરિક પુરવઠા મંત્રી રવિ નાઈકે(Ravi Naik) દાવો કર્યો છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah) ખૂબ મોંઘું પાણી પીવે છે, જેની કિંમત 850 રૂપિયા પ્રતિ બોટલ છે. શાહની તાજેતરની મુલાકાતનો ઉલ્લેખ કરીને તેમણે આ સનસનીખેજ ખુલાસો કર્યો હતો.

Advertisement

રવિ નાઈક જેની પાસે કૃષિ વિભાગ પણ છે, દક્ષિણ ગોવાના પોંડા ખાતે કૃષિ માટેના વહીવટી મકાનના ઉદ્ઘાટન દરમિયાન બોલી રહ્યા હતા. આ દરમિયાન, તેણે શાહની તાજેતરની મુલાકાતનો ઉલ્લેખ કરીને આ વાતનો ખુલાસો કર્યો, જ્યારે તેણે કથિત રીતે હિમાલયન મિનરલ વોટરની માંગ કરી. તેમણે એમ પણ કહ્યું કે, ભવિષ્યમાં પાણી સોનું અને હીરા જેટલું મોંઘું થશે.

Advertisement

ગોવાના મંત્રીએ કહ્યું, ‘એક અમેરિકન અખબારે પ્રકાશિત કર્યું છે કે ભવિષ્યમાં પાણીની કિંમત સોના અને હીરાની સમાન સ્તરે આવી જશે. તેથી, આપણે પાણી બચાવવાની જરૂર છે.’ તેમણે કહ્યું કે રાજ્યમાં દર સીઝનમાં લગભગ 120 ઇંચ વરસાદ પડે છે, તેથી પાણીનું સંરક્ષણ કરવું મુશ્કેલ નહીં હોય. સમગ્ર રાજ્યમાં જ્યાં પહાડો છે ત્યાં સરકાર ડેમ બનાવી શકે છે અને પાણીનો સંગ્રહ કરી શકે છે. નાઈકે અગાઉ કહ્યું હતું કે, દેશના બાકીના ભાગોમાં પાણી પૂરું પાડી શકાય છે અને અન્ય દેશોમાં પણ નિકાસ કરી શકાય છે.

Advertisement

સ્ટેજ પર તેમના અધિકારીઓ સાથે કિંમતની પુષ્ટિ કરતા નાઈકે કહ્યું, જ્યારે અમિત શાહ ગોવામાં હતા, ત્યારે તેમણે હિમાલયન પાણીની બોટલ માંગી હતી. આ બોટલને માપુસાથી લાવવામાં આવી હતી. તેની કિંમત 850 રૂપિયા હતી. લક્ઝરી હોટલોમાં, મિનરલ વોટરની બોટલો પણ રૂ. 150 થી રૂ. 160ની વચ્ચે હોય છે.

રવિ નાઈકે વધુમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં ભારત અને સમગ્ર વિશ્વમાં પાણીની તંગી રહેશે. નાઈકે કહ્યું કે લોકો પાણી માટે એકબીજા સામે લડી શકે છે, ભવિષ્યમાં આવી સ્થિતિ બની શકે છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે આવી પરિસ્થિતિને જોતા પાણીનું સંરક્ષણએ સમયની જરૂરિયાત છે.

Advertisement

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Tags :
Advertisement
Advertisement