For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપ પર કર્યા શાબ્દિક પ્રહારો- કહ્યું: '156 જીત્યા પછી પણ BJP માં સંતોષ નથી'

05:46 PM Dec 21, 2023 IST | Dhruvi Patel
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપ પર કર્યા શાબ્દિક પ્રહારો  કહ્યું   156 જીત્યા પછી પણ bjp માં સંતોષ નથી

Amit Chavda Statement: કોંગ્રેસ નેતા અમિત ચાવડા સુરતની મુલાકાતે આવ્યા હતા. તે દરમિયાન તતેમણે પત્રકાર પરિષદ યોજી પક્ષ છોડી ભાજપમાં જનારા ધારાસભ્યો અંગે અને હેઠળ કંપનીમાં કામદારોની થયેલી મોત અંગે મહત્વના નિયમનો આપ્યા હતા.(Amit Chavda Statement) તેમણે વિપક્ષ સહીત પક્ષપાત કરનાર ધારાસભ્યો પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.

Advertisement

વિકાસના નામે આજે વિનાશ તરફ જઇ રહ્યા છે- અમિત ચાવડા
અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં(Amit Chavda Statement) વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. એટલું જ નહિ તેમણે કોંગ્રેસ છોડીને જનારા ધારાસભ્યો પર પ્રહાર કર્યા હતા. તમને જણાવી દઈએ કે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે જે મામલે અમિત ચાવડાએ ભાજપની નીતિ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓ એનકેન પ્રકારે વિપક્ષ ઉપર દબાણ ઊભું કરવામાં કોઈ કસર રાખતા નથી. વધુમાં તેમણે કહ્યું કે, ચિરાગ પટેલ પોતાના વેપાર ધંધાના હિતમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે. પ્રજા તેમના આગામી દિવસોમાં તેમણે કરેલા નિર્ણયનો અચૂક જવાબ આપશે.

Advertisement

અમિત ચાવડાએ(Amit Chavda Statement) જણાવ્યું કે, એથર ઇન્ડસ્ટ્રીઝમાં જે ઘટના બની છે તેના માટે જવાબદારો સામે કડક પગલાં લેવા જોઈએ ભાજપના સત્તાધીશો કંપની તરફ નરમ વલણ રાખી રહ્યા છે. કામદારોની અકસ્માતમાં મોત નથી તે પરંતુ કંપનીના સંચાલકોએ તેમની હત્યા કરી છે. નિયમો બધાને એક સરખા જ લાગુ પડવા જોઈએ પરંતુ, ભાજપના શાસનમાં ઉદ્યોગપતિઓ માટે અલગ નિયમો છે અને સામાન્ય પ્રજા માટે અલગ નિયમો છે.

Advertisement

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 'સબકા સાથ સબકા' વિકાસની વાતો થઈ રહી છે માત્ર ચોક્કસ લોકોનો વિકાસ થઈ રહ્યો છે,જ્યારે અન્ય લોકોનો વિનાશ થઈ રહ્યો છે. આ સાથે જ તેમણે કંપનીમાં કામદારોની થયેલી મોત અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે સુરતમાં પ્રદૂષણની માત્રા વધી રહી છે, જેમાં ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારોના જીવ સામે જોખમ ઉભું થયું છે,પરંતુ નિયમોને નેવે મૂકી કાયદા-કાનૂન ને ઘોળીને પી જવામાં આવ્યા છે. ડાયમંડ, ટેકસ્ટાઈલ્સ ઇન્ડસ્ટ્રીઝના કારણે ખૂબ મોટા વ્યવહારો સુરતથી થાય છે, જેના કારણે સુરતથી એક અલગ નામ ઉભું થયું છે.

કોંગ્રેસ પક્ષ દેશને એક રાખવા માટેની વિચારધારા વાળો પક્ષ
અમિત ચાવડાએ(Amit Chavda Statement) જણાવ્યું કે, લોકોના આરોગ્ય સામે પણ મોટું જોખમ ઉભું થયું છે. હાનિકારક અને કેમિકલનું પ્રોડક્શન કરતા ઉદ્યોગકારોનો સર્વે કરી તાત્કાલિક શહેરી વિસ્તારમાંથી બહાર લઈ જવા પ્રયાસ કરવા જોઈએ. લોકશાહીમાં લોકોનો જણાદેશને તોડી પાડવા ભાજપ ઘણા પ્રયત્નો કરે છે. કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવે છે. કોંગ્રેસ પક્ષ દેશને એક રાખવા માટેની વિચારધારા વાળો પક્ષ છે. જયારે ભાજપની વિચારધારા વિનાશની વિચાર ધારા છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement