For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

હાર્દિક પંડ્યા સાથે નતાશાના છુટાછેડાના સમાચાર વચ્ચે કૃણાલ પંડ્યાએ આપ્યો મોટો સંકેત

04:18 PM May 27, 2024 IST | Drashti Parmar
હાર્દિક પંડ્યા સાથે નતાશાના છુટાછેડાના સમાચાર વચ્ચે કૃણાલ પંડ્યાએ આપ્યો મોટો સંકેત

Hardik and Natasa Divorce: IPLની ફાઇનલ વચ્ચે સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચે છૂટાછેડાની અફવાઓએ જોર પકડ્યું  હતું. જોકે, આ અંગે બંને તરફથી કોઈ પણ નિવેદન સામે આવ્યું નથી. પરંતુ હાર્દિકના ભાઈ કૃણાલ પંડ્યાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે જેણે ચાહકોમાં હલચલ મચાવી દીધી છે. કૃણાલે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર હાર્દિક પંડ્યાના(Hardik and Natasa Divorce) પુત્ર અગસ્ત્ય અને તેના પુત્ર કવિર સાથેની એક તસવીર શેર કરી છે, જેમાં નતાશા સ્ટેનકોવિકે પણ કૃણાલ (કૃણાલ પંડ્યા)ની આ પોસ્ટ પર ટિપ્પણી કરી છે. નતાશાની કમેન્ટ જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર રિએક્શન આપી રહ્યા છે.

Advertisement

નતાશાએ કમેન્ટ કરી 
નતાશાએ આ તસવીર પર હાર્ટ ઈમોજી શેર કરી છે. નતાશાની કમેન્ટ જોઈને ફેન્સ કન્ફ્યુઝ થઈ ગયા છે. ઘણા લોકો માને છે કે બંને વચ્ચે બધુ બરાબર છે, જ્યારે ઘણા લોકો માને છે કે સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. સોશિયલ મીડિયાના ચાહકો ખૂબ જ મૂંઝવણમાં છે.

Advertisement

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા એવી અફવાઓ પર વિશ્વાસ કરવામાં આવ્યો હતો કે, હાર્દિક અને નતાશા વચ્ચેના કઈ બરાબર ચાલી રહ્યું નથી. થોડા દિવસો પહેલાથી જ તેમના અલગ થવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. નતાશા સ્ટેનકોવિકે તેના સોશિયલ મીડિયા પરથી હાર્દિકની તસવીર હટાવી દીધી હતી, ત્યાર બાદ તેમના સંબંધોમાં તિરાડ હોવાની અટકળો વહેતી થઈ હતી. આ સિઝનમાં નતાશા IPLમાં તેને સપોર્ટ કરવા પણ નહોતી આવી, જેના પછી સોશિયલ મીડિયા પર આવા સમાચાર આવવા લાગ્યા. તે જ સમયે, 4 માર્ચે નતાશાનો જન્મદિવસ હતો, તે દરમિયાન પણ હાર્દિકે સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ શેર કરી ન હતી.

Advertisement

નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ પર હાર્દિક સાથે માત્ર એક જ તસવીર રાખી છે જેમાં તેનો પુત્ર પણ તેની સાથે જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફેલાયેલા સમાચારમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે હાર્દિકે તેની 70 ટકા સંપત્તિ તેની પત્નીને વળતર તરીકે આપવી પડશે. જોકે, હાર્દિક અને નતાશાએ અત્યાર સુધી આ અફવાઓ અંગે મૌન જાળવી રાખ્યું છે.

આ સાથે જ હાર્દિક ટીમ ઈન્ડિયાની પ્રથમ બેચ સાથે અમેરિકા જવા રવાના થયો નથી. રિપોર્ટ્સનું માનીએ તો હાર્દિક થોડા દિવસો બાદ T-20 વર્લ્ડ કપ માટે અમેરિકા જવા રવાના થશે. બીજી તરફ IPLની આ સિઝનમાં હાર્દિકનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. તેની ટીમ મુંબઈ છેલ્લા સ્થાને રહી હતી. હાર્દિકનું પ્રદર્શન પણ ખાસ રહ્યું ન હતું.

Advertisement

Tags :
Advertisement
Advertisement