Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

જગતના તાત માટે માઠા સમાચાર: ગુજરાતમાં વરસાદને લઇ અંબાલાલની ચોંકાવનારી આગાહી

03:36 PM Jun 10, 2024 IST | Drashti Parmar

Ambalal Patel Prediction: ગુજરાતમાં હવામાનને લઈને કે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને એક મહત્વની આગાહી કરી છે. તેમણે કહ્યું કે 'ગુજરાતમાં ચોમાસું પહોંચતા થોડો વિલંબ થઈ શકે' 'ગુજરાતમાં ચોમાસાની પ્રક્રિયા મંદ પડી છે. જેની સીધી અસર રાજ્યના ખેડૂતોને થઇ શકે છે, જો ચોમાસુ ખેંચાશે તો ખેડૂતોને પાકમાં નુકસાન જવાની ભીતિ છે. જો કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે(Ambalal Patel Prediction) જણાવ્યું હતું કે 12 જૂન સુધીમાં ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે.

Advertisement

જાણો ક્યાં જિલ્લામાં પડશે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 'આહવા, ડાંગ, વલસાડ અને સુરતમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. આ સાથે જ 'ગીર સોમનાથ,જૂનાગઢ અને અમરેલીમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ દ્વારકા,ઓખા,ભાવનગર અને પોરબંદરમાં વરસાદની શક્યતા દર્શાવી છે.

અરબસાગરના ભેજના લીધે પવન સાથે વરસાદ પડવાની શક્યતા
આ સિવાય પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં પણ વરસાદી માહોલ જામશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે અરબસાગરના ભેજના લીધે પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.

Advertisement

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આદ્રા નક્ષત્ર વિશે જણાવ્યું
અંબાલાલ પટેલે જણાવ્યું કે 22 જૂન પછી બંગાળના ઉપસાગરમાં ડિપ-ડિપ્રેશન સક્રિય થશે જેની અસર ગુજરાતમાં જોવા મળશે. આ ડિપ્રેશન સક્રિય થતા ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જો કે 12 જૂને વરસાદ વરસી શકે છે. આ સાથે જ તેમણે આદ્રા નક્ષત્ર વિશે પણ જણાવ્યું હતું. ગુજરાતમાં આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

22 જૂનથી વરસાદ વરસી શકે છે
હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં ડિપ્રેશન સક્રિય થયા બાદ તેની અસર ગુજરાત અને મુંબઈમાં દેખાશે. જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે વરસાદ મોડો પડી શકે છે. જેની સીધી અસર રાજ્યના ખેડૂતો પર જોવા મળશે. જો વરસાદ મોડો પડશે તો ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ છે. હાલ ખેડૂતો વરુણ દેવ પાસે વરસાદની આજીજી કરી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Next Article