For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સ્વેટરની સાથે રેઇનકોટ પણ કાઢી રાખજો! નવા વર્ષના પ્રારંભ સાથે જ માવઠા માટે રહેજો તૈયાર- અંબાલાલ પટેલની આગાહી

11:27 AM Dec 26, 2023 IST | V D
સ્વેટરની સાથે રેઇનકોટ પણ કાઢી રાખજો  નવા વર્ષના પ્રારંભ સાથે જ માવઠા માટે રહેજો તૈયાર  અંબાલાલ પટેલની આગાહી

Ambalal Patel's prediction in Gujarat : વર્ષ 2023 પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. વર્ષ 2023 માવઠાનું વર્ષ રહ્યુ હોય તેવું લાગ્યું. વર્ષ ભલે પૂરૂ થઈ રહ્યું હોય ખેડૂતોએ ખુશ થવાની જરૂર નથી. ગુજરાતમાં ફરીવાર માવઠાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્રારા આગાહી( Ambalal Patel's prediction in Gujarat ) કરવામાં આવી છે. નવું વર્ષ ખેડૂતો માટે માઠા સમાચાર લઈને આવશે, વર્ષ 2024ના આગમન સાથે જ માવઠાનું પણ આગમન થઈ જશે. 1થી 5 જાન્યુઆરી દરમિયાન ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પવન સાથે કમોસમી વરસાદ આવી શકે છે.

Advertisement

નવા વર્ષની શરૂઆત વરસાદ સાથે થશે 
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.  ત્યારે હવે 2024 ની શરૂઆત પણ આવી રીતે જ થશે. 2024 માં રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની શક્યતા છે. આગાહી અનુસાર નવા વર્ષના પ્રારંભમાં જ વાતાવરણમાં મોટો પલટો આવશે. આમ, નવા વર્ષના પહેલા જ પખવાડિયામાં માવઠું દસ્તક આપશે.

Advertisement

જયારે બીજી તરફ ડિસેમ્બર પૂરો થવાનો છે છતા ઠંડીનો અહેસાસ પણ થઈ રહ્યો નથી. આગામી દિવસોમાં અરબ સાગરમાં અને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે. બંગાળની ખાડી અને અરબ સાગરનો ભેજ ભેગો થશે. 29 ડિસેમ્બરના આસપાસ અરબ સાગરમાં એક સિસ્ટમ બનશે. આ સિસ્ટમની અસરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું થવાની શક્યતા છે.

Advertisement

જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેનાથી ગુજરાતમાં માવઠાની શરૂઆત થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચેતવણી આપી કે, હાલ આજે અને આવતીકાલે હવામાનમાં એકાએક પલટો આવવાની શક્યતા છે. આ દિવસોમાં ગુજરાતભરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. પરંતું 29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની શક્યતા છે.

ગુજરાતનાં ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતનાં પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે. આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે. જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે.

Advertisement

વરસાદની સાથે ઠંડીમાં પણ વધારો થશે
અંબાલાલ પટેલે આગાહી સાથે જે જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે ત્યાં દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો અનુભવ થશે. આમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે, આગામી બે થી ત્રણ દિવસ તાપમાનમાં વધુ ફેરફાર નહી થાય. નલિયામાં 11 થી 14 ડિગ્રી તાપમાન રહેશે. જયારે અમદાવાદમાં 15 થી 17 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.

Tags :
Advertisement
Advertisement