For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી- વીજળીના કડાકા ભડાકા સાથે જાણો ક્યાં વિસ્તારને ધમરોળશે મેઘરાજા

04:54 PM Dec 02, 2023 IST | Chandresh
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી  વીજળીના કડાકા ભડાકા સાથે જાણો ક્યાં વિસ્તારને ધમરોળશે મેઘરાજા

Ambalal Patel Forecast in Gujarat: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર હવામાનને લઈ મોટી આગાહી કરી રહ્યા છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, બંગાળના ઉપસાગરમાં ભીષણ ચક્રાવાત ફૂંકાશે અને અરબી સમુદ્રમાં ભેજનુ પ્રમાણમાં વધારો થઈ શકે છે. આ સાથે તેને કહ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં અસર થશે અને તે કારણે તારીખ 20 ડિસેમ્બર સુધી રાજ્યના હવામાનમાં ફેરફાર રહેશે. મહત્વનું છે કે, રાજ્યના હવામાન વિભાગે (Ambalal Patel Forecast in Gujarat) પણ ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરી રહ્યા છે.

Advertisement

રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, બંગાળના ઉપસાગરમાં ભીષણ ચક્રાવાત ફૂંકાવાની સાથે અરબી સમુદ્રમાં ભેજનુ પ્રમાણ પણ વધારો થશે. અને બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં અસર જોવા મળશે અને 20 ડિસેમ્બર સુધી રાજ્યના હવામાનમાં ફેરફાર રહેશે. જેથી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. આ સાથે 14, 15, 16 તારીખ સુધી રાજ્યમાં વાદળછાયુ વાતારણ જોવા મળશે.

Advertisement

Advertisement

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 7 ડિસેમ્બર સુધી કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે દાહોદ, પંચમહાલ, વડોદરા કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અને બીજી તરફ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રાના જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ તરફ હવામાન વિભાગે પણ હાલમાં માવઠા બાદ ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે પણ કરી છે આગાહી
રાજ્યમાં માવઠા પછી ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા ફરી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી રહ્યા છે. આવનાર 3 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેથી આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે છુટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement