For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

અંબાલાલ પટેલે કરી આગાહી: આગામી 48 કલાકમાં રાજ્યનું વાતાવરણ પલટાશે, ગાજવીજ સાથે આવશે વરસાદ- જાણો બીજું શું કહ્યું...

06:57 PM Mar 01, 2024 IST | V D
અંબાલાલ પટેલે કરી આગાહી  આગામી 48 કલાકમાં રાજ્યનું વાતાવરણ પલટાશે  ગાજવીજ સાથે આવશે વરસાદ  જાણો બીજું શું કહ્યું

Ambalal Patel predicted: શિયાળાની ઋતુ પુરી થવાના આરે છે.હાલમાં રાજ્યમાં ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે.ત્યારે આગામી 48 કલાકમાં(Ambalal Patel predicted) રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.તેમજ આ અંગે હવામાન વિભાગએ પણ આગાહી કરી છે.તો તેને લઇ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Advertisement

ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા
હવામાન વિભાગ દ્વારા કચ્છ, ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત,દક્ષિણ સૌરાષ્ટ્ર,પચિમ સૌરાષ્ટ્ર જૂનાગઢ,ભાવનગર અને દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડનાં ભાગોમાં માવઠું પડી શકે છે.તેમજ અમુક વિસ્તારોમાં પવન તોફાનો તેમજ ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. આ સાથે જ રાજ્યમાં પવનની ગતિમાં પણ વધારો જોવા મળશે, 20 કિલોમીટર પ્રતિ કલાક જોવા મળશે.

Advertisement

હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાનું અનુમાન વ્યકત કર્યું
રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર માવઠાનું સંકટ મંડરાયું છે. કાલથી બે દિવસ રાજ્યમાં ભારે પવન સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાનું અનુમાન વ્યકત કર્યું છે. હવામાન વિભાગના મતે 1 માર્ચ એટલે કે કાલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 2 માર્ચના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાવવાની સાથોસાથ કમોસમી વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે.

Advertisement

રોગચાળો માઝા મૂકે તેવી શક્યતા
આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જ્યારે આજે પણ કેટલાક શહેરોમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. જ્યારે કેટલીક જગ્યાએ વાતાવરણ સુકુ પણ રહી શકે છે. માવઠાની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતા વધી છે. ત્યારે કમોસામી વરસાદના કારણે આગામી દિવસોમાં રોગચાળો માઝા મૂકે તેવી શક્યતા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement