For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

આગામી 12 કલાક ગુજરાત માટે ભારે: એકસાથે 33 જિલ્લાઓને લઇ અંબાલાલ પટેલે કરી ધોધમાર વરસાદની આગાહી

02:54 PM Jun 24, 2024 IST | V D
આગામી 12 કલાક ગુજરાત માટે ભારે  એકસાથે 33 જિલ્લાઓને લઇ અંબાલાલ પટેલે કરી ધોધમાર વરસાદની આગાહી

Aambalal Patel Monsoon forecast: રાજ્યમાં 11 તારીખે પ્રવેશેલું ચોમાસું 13 દિવસ સ્થિર રહ્યા બાદ ગઇકાલે 23મી તારીખે આગળ વધ્યું છે. ગઈકાલે વરસેલા વરસાદે ઘણાય વિસ્તારોને પાણી પાણી કરી દીધા છે. ત્યારે આજે રાજકોટમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે, સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોમાસાને લઇને આગાહી(Aambalal Patel Monsoon forecast) કરી છે. તેમણે આજે અને કાલે વરસાદની તીવ્રતા વધુ વધે તેવી સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે 28 જૂનથી 3 જુલાઇ સુધીના સેશન અંગે પણ આગાહી કરી છે.

Advertisement

અંબાલાલ પટેલે કરી આ આગાહી
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આહવા, ડાંગ અને વલસાડમાં 8 ઈંથી વધુ વરસાદ પડશે. સુરત સહિતના ભાગમાં 4થી 5 ઈંચ વરસાદ પડશે.મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 1 ઈંચ સુધીનો પડશે ખાબકશે. આગામી 28 જૂનથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે મોટાભાગની નદીઓ બે કાંઠે થશે.આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરાઈ હતી.સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ વરસ્યો છે.

Advertisement

વડોદરા, ભરૂચ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી
બીજી તરફ હવામાન વિભાગે જણાવ્યું હતું કે,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસું આગળ વધ્યું છે. રવિવારે ઘણી જગ્યાએ વાવણીલાયક વરસાદ થયા છે. હજુ આવનારા બે દિવસ સારા વરસાદની શક્યતાઓ છે.આજે વડોદરા, ભરૂચ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. ત્રણેય જિલ્લાઓમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે 61 km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. અમરેલી, રાજકોટ, ભાવનગર, જામનગર, દ્વારકા, જૂનાગઢ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, તાપી, નર્મદા, સુરતમાં હળવાથી મધ્યમ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે.

Advertisement

તંત્રનું પાપ જનતાએ ભોગવવાનું
આ તરફ રાજ્યમાં વરસાદ તો આવ્યો, પરંતુ સાથે મુશ્કેલીઓ પણ લાવ્યો જ છે. હજુ તો સીઝનની શરૂઆતના જ વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી દીધી છે. બોટાદમાં અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહનચાલકો ફસાઈ ગયા. તો મોરબી અને રાજકોટમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતા ત્યાંથી પસાર થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. સુરતમાંથી રવિવારે સાંજે પડેલા વરસાદે તંત્રની બેદરકારી છતી કરી દીધી. સુરત સિવિલમાં RMOની ઓફિસની બહાર જ લોબીમાં પાણી ભરાઈ ગયા. જેના કારણે દર્દીઓ અને હૉસ્પિટલના સ્ટાફને હાલાકી પડી.

25 જૂને આ જગ્યાએ વરસી શકે છે વરસાદ
ડાંગ, નવસારી અને વલસાડમાં ઘણા ભાગોમાં વરસાદ થઇ શકે છે. જ્યારે સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરંબદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને મોરબીમાં અમુક ભાગોમાં વરસાદની શક્યતા છે. તેમજ કચ્છમાં છૂટો છવાયો ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે.

Advertisement

26 જૂને અહીંયા મેઘરાજા થશે મહેરબાન
26 જૂનના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, પંમચહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરંબદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને મોરબીમાં અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.

Tags :
Advertisement
Advertisement