For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

પતંગરસિયાઓને પડી જશે મોજ, ઉત્તરાયણ પર પવનને લઈને અંબાલાલની આગાહી- 10થી 12 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન

03:11 PM Dec 29, 2023 IST | V D
પતંગરસિયાઓને પડી જશે મોજ  ઉત્તરાયણ પર પવનને લઈને અંબાલાલની આગાહી  10થી 12 કિ મી ની ઝડપે ફૂંકાશે પવન

Ambalal forecast for Uttarayan: નવા વર્ષને આવકારતા જ લોકો ઉતરાયણની તૈયારીમાં લાગી જાય છે. જાન્યુઆરી આવે એટલે પતંગરસિકો પણ 14 જાન્યુઆરીની રાહ જોતા હોય છે અને 14 જાન્યુઆરીએ પવનની ગતિ કેવી રહેશે અને ગુજરાતનું હવામાન કેવુ રહેશે તેની પણ લોકો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. ગુજરાતના હવામાન અંગે 2023નુ વર્ષ કોયડા સમાન રહ્યુ હતુ તેવી રીતે 2024નું વર્ષ પણ હવામાન માટે કાંઈક અંશે ગૂંચવણભર્યુ તો રહેવાની શક્યતા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તરાયણમાં( Ambalal forecast for Uttarayan) ગુજરાતમાં પવન અને હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે. ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓ માટે દિવસ સારો રહેવાની આગાહી કરાઈ છે. ઉત્તરાયણની તમામ તૈયારીઓ ભલે ભરપૂર કરી હોય પણ જો પવન જ ના હોય તો આખી મજા મરી જતી હોય છે. મળતી માહિતી પ્રમાણે પતંગ ચગાવવા માટે સવાર બાદ દિવસ દરમિયાન પવન મોટાભાગે સારો રહેશે તેવી આગાહી કરી છે.

Advertisement

પતંગ રસિકો માટે અંબાલાલ પટેલે આપ્યા સારા સમાચાર
સામાન્ય દિવસોમાં પવનની ગતિ તેજ હોય છે પરંતુ દર વર્ષે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સામાન્ય અથવા મધ્યમ રહેતી હોય છે. સવાર સવારમાં પવન ન હોવાના કારણે પતંગ રસિકો નિરાસ થતા હોય છે. સાંજના સમયે પવનની ગતિ વધતા લોકો પતંગ ચગાવવાની મજા લેતા હોય છે. ત્યારે 2023 વર્ષ તો શિયાળો, ઉનાળો અને ચોમાસામાં સતત વાતાવરણમા ફેરફાર જોવા મળ્યા છે. હવે 2024 વર્ષની શરુઆત કેવી રહે તેની ઉપર નજર બધાની નજર છે.ત્યારે આ વખતે પવનની ગતિ સારી રહેશે. આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ સાનુકૂળ રહેશે. ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે.' એટલે કે એમ કહી શકાય કે આ વખતે ઉત્તરાયણ પર સારો એવો પવન રહેવાની શક્યતા છે. અત્રે નોંધનીય છે કે, હાલ સમગ્ર રાજ્ય (Gujarat) માં ઠંડીનું જોર યથાવત છે. એમાંય હજુ ઠંડીમાં વધારો થવાની શક્યતા સેવાઇ રહી છે.

Advertisement

વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા
જાન્યુઆરી મહિના ઠંડીનો ચમકારો રહેશે. 5 અને 6 જાન્યુઆરીમા વાદળછાયુ વાતાવરણ રહેશે. 10 થી 13 તારીખમાં જાન્યુઆરીના રાજ્યના હવામાનમા પલટો આવેશે. જોકે 11 જાન્યુઆરી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે.આ સાથે તેમણે જણાવ્યુ કે, ઉત્તરાયણ ઉપર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેશે. 14 અને 15 જાન્યુઆરી વાદળછાયુ વાતાવરણ રહેશે. આ સાથે 15 જાન્યુઆરીની મધ્યરાત્રીએ પવનનુ જોર રહેશે અને 16 અને 17 જાન્યુઆરીના રોજ પવન વધુ રહેશે.અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ કે, 24 જાન્યુઆરીના રોજ ઠંડીનો ચમકારો રહેશે. આ વખતે જાન્યુઆરી માસમાં હવામાનમા ઘણા પલટા આવવાની શક્યતા રહેશે. ઉત્તરાયણના દિવસે વાદળછાયું વાતાવરણ રહેવાનું અનુમાન છે.

Advertisement

માવઠું પડવાની આગાહી
આ સિવાય અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઇને વધુ એક માઠી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, '29-30-31 ડિસેમ્બરે અરબસાગરમાં સિસ્ટમ બની રહી છે. ત્યારે તારીખ 6થી 8 જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર, મુંબઈ સુધી સિસ્ટમ પહોંચતા વરસાદની શક્યતા સેવાઇ રહી છે. ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ હળવો વરસાદ પડે તેવું અનુમાન છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement