Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

રામાયણના વિવધ પાત્રોના નામથી હવે ઓળખાશે અમદાવાદ - AMCએ લીધો મોટો નિર્ણય

06:06 PM Jan 02, 2024 IST | V D

Names of Ahmedabad areas from Ramayana: અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે. ત્યારે શહેરનાં લોકોને ભગવાન રામ અને રામાયણની ઘટનાઓ સાથે જોડવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMC દ્વારા નવા વર્ષે શહેરનાં 9 પ્રોજેક્ટ( Names of Ahmedabad areas from Ramayana )નું ફરીથી નામકરણ કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રામાયણ ગ્રંથના આધારે વિવિધ પ્રોજેક્ટના નામકરણનું આયોજન કર્યું છે.

Advertisement

શહેરના પૂર્વ વિસ્તારના ઓઢવ અને વિરાટનગર વોર્ડમાં આવેલા વિવિધ પ્રોજેક્ટનું નામકરણ કરવાનું આયોજન રામાયણ ગ્રંથના આધારે કરવાનું નક્કી કરાયું છે. આ વિસ્તારના પાર્ટીપ્લોટ, ગાર્ડન, બ્રિજ અને લાઈબ્રેરી યોજનાનું નામકરણ રામાયણના પાત્રો અને સ્થળના આધારે કરવામાં આવશે.

અમદાવાદ બન્યું હવે મીની અયોધ્યા
અમદાવાદ પણ હવે રામરાજ્ય જોવા મળશે. જેમાં બ્રિજ, તળાવ, ગાર્ડનને રામાયણ પર નામ અપાશે. ત્યારે રાજેન્દ્ર પાર્ક બ્રિજ, વિરાટનગર - શ્રી રામરાજ્ય બ્રિજ તથા અજીત મિલ બ્રિજ, વિટારનગર - શ્રી લક્ષ્મણ બ્રિજ તેમજ જીઆઇડીસી પાર્ટી પ્લોટ, ઓઢવ - શ્રી રામ પાર્ટી પ્લોટ અને શિવદર્શન સોસાયટી પાસેનું ગાર્ડન, ઓઢવ - શ્રી શબરી વાટિકા, ઓઢવ ગામ ગાર્ડન - શ્રી અયોધ્યા વન તથા ઓઢવ ગામ તળાવ - શ્રી લવકુશ તળાવ અને લાઇબ્રેરી અંબિકાનગર, ઓઢવ - વાલ્મીકી ઋષિ લાઇબ્રેરી તરીકે હવે ઓળખાશે.

Advertisement

ઓઢવ અને વિરાટનગર વિસ્તારમાં નવા પ્રોજેક્ટનાં નામ બદલાશે
હાલ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય છે. શહેરનાં લોકોને ભગવાન રામ અને રામાયણની ઘટનાઓ સાથે જોડવા નિર્ણય લેવાયો છે. ઓઢવ અને વિરાટનગર વિસ્તારમાં આવેલા નવા પ્રોજેક્ટનાં નામ બદલવામાં આવશે. ત્યારે તાજેતરમાં જ વડાપ્રધાન દ્વારા અયોધ્યા ખાતે આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું ઉદ્ધાટન કર્યું હતું. જેનું નામ મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય વિમાન મથક રાખવામાં આવ્યું છે. તેમજ રેલ્વે સ્ટેશનને પણ અયોધ્યા ધામ જંક્શન નામ કરણ કરવામાં આવેલ છે.

Advertisement

અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે.તમામ સનાતની તેમજ તમામ લોકો 22 જાન્યુઆરીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Advertisement
Tags :
Next Article