Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

અમદાવાદ પોલીસની ઓફર દારૂ પકડો ઇનામ મેળવો- પોલીસકર્મી દારૂનો કેસ નોંધશે તો 200નું ઇનામ

05:22 PM Dec 23, 2023 IST | Dhruvi Patel

Ahmedbad Police Big Action: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ રોજબરોજ દેશી અને વિદેશી દારૂના જથ્થાઓ મળી આવતા હોય છે. ખાલી ચોપડે જ દારૂબંધી નોંધાય છે. બાકી તો ગુજરાતના કેટલાક ખૂણામાં દારૂની રેલમછેલ જોવા મળે છે. આ વાતની જાણ ભલે જગજાહેર ન હોય પણ જાણ તો લગભગ તમામને છે. ત્યારે અમદાવાર શહેર પોલીસે પણ એક નિર્ણય લીધો છે.(Ahmedbad Police Big Action) એકબાજુ 31મી ડિસેમ્બરને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે.

Advertisement

અમદાવાર શહેર પોલીસ(Ahmedbad Police Big Action) સતર્ક થઈ ગઈ છે અને શહેરીજનોને શાનમાં સમજાવવા માટે એક જાહેરાત કરી છે. કે જો દારૂ પીને ગાડી ચલાવતા કારચાલકો સામે FIR કરવામાં આવશે અને આ સાથે જ પોલીસ જવાન આવું કરશે તો તેને 200 રૂપિયા ઇનામ આપવામાં આવશે. આ ચર્ચા શહેર સહિત આખા ગુજરાતમાં થઇ રહી છે.

Advertisement

તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરના પોલીસ(Ahmedbad Police Big Action) કમિશનર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિકે એક જાહેરનામું બહાર પાડીને આદેશ કર્યો છે કે, અમદાવાદ શહેરમાં ચેકિંગ દરમિયાન જો કોઈ પણ કારચાલક દારૂ પીધેલી હાલતમાં ઝડપાશે તો તેની સામે FIR નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ તેમાં ઉમેરવામાં આવ્યું છે કે, આવા કારચાલકને પકડનારા પોલીસ કર્મચારીને 200 રૂપિયા ઇનામ પેટે આપવામાં આવશે.

નોંધનીય છે કે, આ નિર્ણયની ચર્ચા પોલીસ સહિત શહેરભરમાં થઈ રહી છે. ત્યારે અમદાવાદ પોલીસના(Ahmedbad Police Big Action) જાહેરનામા બાદ શહેરમાં ભારે ચર્ચા થઇ રહી છે. 31મી ડિસેમ્બરની ઉજવણી સંદર્ભે અમદાવાદ પોલીસએ અસરકારક કામગીરી કરવા કમિશનરે આદેશ આપ્યો છે. અત્રે જણાવીએ કે, અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી નશામાં ડ્રાઈવ કરવાના કેસો વધી રહ્યા હતાં. જેના પગલે અકસ્માતના બનાવો પણ વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદ પોલીસના આ મહત્વ નિર્ણય બાદ સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચાઓ થઇ રહી છે.

Advertisement

Advertisement
Tags :
Next Article