For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

અમદાવાદ/ પ્રેમિકાને બાઇકની ટાંકી પર બેસાડી યુગલે કરી અશ્લિલ હરકતો; પોલીસે યુવકની ધરપકડ કરી, યુવતી ફરાર- જુઓ વિડીયો

12:56 PM Mar 01, 2024 IST | V D
અમદાવાદ  પ્રેમિકાને બાઇકની ટાંકી પર બેસાડી યુગલે કરી અશ્લિલ હરકતો  પોલીસે યુવકની ધરપકડ કરી  યુવતી ફરાર  જુઓ વિડીયો

Ahemdabad Viralvideo: આજકાલના જવાનીયાઓ હવે માઝા મૂકી રહ્યાં છે અને જાહેરમાં અશ્લિલતાનું પ્રદર્શન કરી રહ્યા છે.આ લોકો કોઈની લાજ શરમ રાખતા નથી. ત્યારે અમદાવાદના નિકોલ હાઈવે પર એક કપલે ચાલુ બાઈક પર અશ્લીલ હરકતો કરતા જોવા મળ્યા. એકદમ ફિલ્મી સ્ટાઇલમાં આ કપલની હરકતનો વીડિયો(Ahemdabad Viralvideo) સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જોકે, ગણતરીના કલાકોમાં અમદાવાદ પોલીસે આ યુવકને ઝડપી પડ્યો હતો.

Advertisement

નિકોલના રસ્તાઓ પર ભાન ભૂલતું યુવાધન
25 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયામાં નિકોલ રીંગ રોડ પર રાતના સમય દરમિયાન એક યુવક અને યુવતી ફિલ્મી સ્ટાઇલમાં ચુંબન કરતા જોવા મળ્યા હતા. આ જ સમયે પાછળથી આવતા એક કાર ચાલકે આ વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસ સામે આવ્યો હતો. જેથી પોલીસે બાઇક ચાલકની ખાનગી રાહે તપાસ કરાવતા યુવક વિવેક મહેશકુમાર રામવાની અમદાવાદનો હોવાનું જાણવા મળ્યું હતું.

Advertisement

યુવકની કરી ધરપકડ
વાઇરલ થયેલા વિડીયો બાદ યુકેના ઘરે જઇ તપાસ કરતા તે તેની બાઇક સાથે હાજર મળી આવતા તેની વિરુદ્ધ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી બાઇકને ડિટેઇન કરવામાં આવી છે. તે ઉપરાંત તેની સાથે રહેલી અજાણી યુવતીની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, 5 મહિના પહેલા મોરબી રાજકોટ હાઈ-વે પરનો આજ પ્રકારનો વીડિયો વાઇરલ થયો હતો.

Advertisement

આ અગાઉ મોરબીમાં અશ્લીલતાનો વિડીયો થયો હતો વાઇરલ
મોરબી-રાજકોટ હાઈવે પર ગર્લફ્રેન્ડ સાથે રાત્રે ચાલુ બાઈકે જોખમી સ્ટંટ કરતા યુવાનનો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં યુવાન પોતાની ગર્લફ્રેન્ડને બાઈકમાં આગળ ટાંકી પર બેસાડી અશ્લીલ હરકતો કરતો હોવાનું જોવા મળ્યું હતું. આ વીડિયોના આધારે પોલીસ હરકતમાં આવી હતી અને સ્ટંટ કરનાર યુવકને બાઈક સહિત ઝડપી લીધો હતો. અમદાવાદ પોલીસે આ વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે જેથી આ પ્રકારના બનાવોને અટકાવી શકાય.

Advertisement

Tags :
Advertisement
Advertisement