For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં 'ગિફ્ટ સિટી' બાદ વધુ 3 શહેરોમાં મળી શકે છે દારૂની છૂટ! સરકારના મંત્રીનું મોટું નિવેદન

03:28 PM Dec 23, 2023 IST | Dhruvi Patel
ગુજરાતમાં  ગિફ્ટ સિટી  બાદ વધુ 3 શહેરોમાં મળી શકે છે દારૂની છૂટ  સરકારના મંત્રીનું મોટું નિવેદન

Statement by Agriculture Minister Raghavji Patel: ગુજરાતની ગીફ્ટ સીટી ગાંધીનગરમાં "વાઈન એન્ડ ડાઈન" ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગીફ્ટ સીટી ગાંધીનગરમાં વાઇન એન્ડ ડાઇનની સુવિધા આપનારી હોટલ્સ, રેસ્ટોરાં અને ક્લબમાં દારૂનું સેવન કરી શકાશે. ત્યારે આ મુદ્દો હાલ ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વિષય ઘરથી માંડીને રસ્તા સુધી અને રાજકારણમાં પણ ચર્ચાઇ રહ્યો છે. ત્યારે આ મામલે રાજ્યના અલગ અલગ શહેરોમાંથી પણ પ્રતિક્રિયા આવી રહે છે. ત્યારે હવે ગુજરાત સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે.(Statement by Agriculture Minister Raghavji Patel) તેમણે નિવેદન આપતા જણાવ્યુ છે કે, 'રાજ્યના અન્ય શહેરોમાં દારૂની છૂટ મુદ્દે વિચાર કરવામાં આવશે.'

Advertisement

ગુજરાત સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલનું આ નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં પ્રોહીબીશનના નિયમોના અંગે ચર્ચા થઇ રહી છે. ષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ગિફ્ટ સિટીની જરૂરિયાતોને લઈ નિર્ણય લીધો છે. ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય વેપારી, તજજ્ઞો આવશે જેથી સમગ્ર નિર્ણય લેવાયો છે. વધુમાં રાઘવજી પટેલએ કહ્યું કે, રાજ્ય સરકારના નિર્ણયને હું આવકારું છું. સુરત, મોરબી અને રાજકોટમાં ઉઠેલી માંગ અંગે સરકાર વિચારણા કરશે. ત્યારે હવે સુરત મોરબી અને રાજકોટની જનતા પણ આ મામલે માંગ ઉઠી છે તો અન્ય જગ્યાએ ઉઠેલી માગ અંગે સરકાર વિચારશે તેમ મંત્રીએ જણાવ્યું હતું.

Advertisement

અન્ય શહેરોમાં પણ આવી છૂટ મળશે?
સુરત, મોરબી અને રાજકોટમાં પણ આવી માંગ ઉઠી છે, તે અંગે પણ તેમણે જણાવ્યુ હતુ કે, અન્ય જગ્યાએ ઉઠેલી માગ અંગે સરકાર વિચારશે.’’

Advertisement

તમને જણાવી દઈએ કે, સરકારે પ્રેસનોટ જાહેર કરી માહિતી આપી છે કે, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ટેક સિટીએ ગ્લોબલ ફાઇનાન્સિયલ અને ટેક્નોલોજીનું હબ બની ગયું છે. ત્યારે ગિફ્ટ સિટીમાં સ્થાપાયેલી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં ‘વાઇન એન્ડ ડાઇન’ ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબીશનના નિયમોમાં ફેરફાર કરવા માટે ઉચ્ચ કક્ષાએ નિર્ણય લેવામાં આવ્યો છે.

કર્મચારીઓ/માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે
પ્રેસનોટમાં જણાવ્યા અનુસાર, ગિફ્ટ સિટીમાં કામ કરતા બધા કર્મચારી અને માલિકોને લીકર એક્સેસ પરમિટ આપવામાં આવી રહ્યા છે. જેના દ્વારા વાઇન એન્ડ ડાઇન આપતી ગિફ્ટ સિટીની હોટેલ્સ, રેસ્ટોરાં અને ક્લબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમિટથી આવી હોટેલ્સ, રેસ્ટોરાં કે ક્લબમાં જે તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવાની જોગવાઈ કરવામાં આવશે.

Advertisement

વેચાણ કરી શકાશે નહીં
ગિફ્ટ સિટીમાં આવેલી હોટેલ્સ, રેસ્ટોરાં અને ક્લબ પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે એફએલ3 પરવાના મેળવી શકશે. ગિફ્ટ સિટીમાં અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ્સ, ક્લબ કે રેસ્ટોરાંમાં લીકરનું સેવન કરી શખશે. પરંતુ વેચાણ કરી શકશે નહીં.

Tags :
Advertisement
Advertisement