For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગિફ્ટ સિટી બાદ ગુજરાતના આ વિસ્તારોમાં મળી શકે છે દારૂની છૂટ! ગુજરાત સરકાર લેશે મોટો નિર્ણય- પ્રવક્તા મંત્રીનું સૂચક નિવેદન

06:18 PM Dec 28, 2023 IST | V D
ગિફ્ટ સિટી બાદ ગુજરાતના આ વિસ્તારોમાં મળી શકે છે દારૂની છૂટ  ગુજરાત સરકાર લેશે મોટો નિર્ણય  પ્રવક્તા મંત્રીનું સૂચક નિવેદન

Liquor Permit in Gujarat: ગાંધીનગરના ગિફ્ટસિટીમાં દારૂની છૂટ મળ્યા પછી મોટા ભાગના લોકો આ નિર્ણયને આવકારી રહ્યા છે.તો કેટલાક લોકો સખત વિરોધ પણ કરી રહ્યા છે.ત્યારે આ વચ્ચે ઘણા લોકો આવી ચર્ચા કરી રહ્યા છે કે સમગ્ર ગુજરાતમાં દારૂની છૂટ મેળવી જોઈએ ત્યારે તેની વચ્ચે રાજ્ય સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે ધોરડો, સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારોમાં દારૂની છૂટ( Liquor Permit in Gujarat ) આપવા અંગે વિચાર થઇ રહ્યો છે.હવે વાત કેટલી સાચી પુરવાર થશે તે તો આવનારો સમય જ બતાવશે.

Advertisement

જુઓ શું નિવેદન આપ્યું પ્રવક્તા ઋષિકેશ પટેલે
રાજય સરકાર વિદેશી ઉધોગકારોને આકર્ષવા માટે ગત સપ્તાહે ગિફ્ટ સીટી ખાતે લિકર પરમીટ આપી હતી. જો કે સરકારના આ નિર્ણયને ઘણા બધાએ આવકાર્યો હતો. અને ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું કે સરકાર માત્ર ગિફ્ટ સીટી નહિ પરંતુ રાજ્યના અન્ય જિલ્લામાં આવેલા મહત્ત્વના પર્યટક સ્થળોએ પણ દારૂની પરમીટ આપવી જોઈએ. જોકે આ મામલે રાજ્યના પ્રવક્તા મંત્રીને પ્રશ્ન પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, હાલ સરકાર માત્ર ગિફ્ટ સિટી મામલે નિર્ણય જાહેર કરેલ છે.

Advertisement

પરતું આગમી દિવસોમાં સરકાર આ મામલે વિચારણા હાથ ધરશે.રાજ્યના પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે કચ્છ, સાપુતારા સહિત કેવડિયા અને અન્ય મહત્ત્વના પર્યટકો સ્થળ પર સરકાર નિર્ણય કરી શકે તેમ છે. પરતું સરકાર હાલ આ મામલે કોઇ ચર્ચાનો આરંભ નથી કર્યો, પરંતુ સમયાંતર જતા રાજ્ય સરકાર ગુજરાતના વધુ મહત્ત્વના પર્યટક સ્થળો પર જ્યાં વિદેશીઓ સહિત અન્ય રાજ્યના લોકો અવરજવર કરી રહ્યા છે. તેવા સ્થળો પર પરવાનગી આપવામાં આવશે.

Advertisement

કર્મચારીઓ/માલિકોને લીકર એકસેસ પરમીટ કઈ રીતે આપશે
લિકર પરમીટની છૂટછાટ મુજબ સમગ્ર ગીફટ સીટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ/માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી "વાઈન એન્ડ ડાઈન" આપતી ગીફટ સીટીની હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઇ કરવામાં આવી છે.

આટલી જગ્યાએ લીકરની પરવાના મેળવી શકશે
GIFT City ખાતે આવેલ કે આવનાર હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી એટલે કે એફ.એલ.૩ પરવાના મેળવી શકશે. GIFT City ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટમાં લીકરનું સેવન કરી શકશે. પરંતુ, હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટ લીકરની બોટલનું વેચાણ કરી શકશે નહિ. સમગ્ર પ્રક્રીયામાં નશાબંધી અને આબકારી વિભાગ, ગુજરાત રાજ્ય GIFT City વિસ્તાર ખાતે આવેલ એફ.એલ.૩ પરવાના ધરાવતી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતાં લીકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે.

Advertisement

Tags :
Advertisement
Advertisement