Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

ભાજપને મળશે પ્રધાનમંત્રી મોદીના ઉત્તરાધિકારીઓ, યોગી નહિ પણ કોણ હશે આ નેતાઓ?

11:24 AM Jan 14, 2024 IST | admin

આગામી 14 જાન્યુઆરી,2024 નાં રોજ અબુધાબી હિંદુ મંદિર (BAPS સ્વામિનારાયણ મંદિર)નો ઉદ્દઘાટન સમારોહ અને સમગ્ર હિંદુ સમાજ ની સાડા પાંચસો વર્ષની ઐતિહાસિક પ્રતીક્ષા પછી અયોધ્યાધામ ખાતે પ્રભુ રામ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન શંકરાચાર્યો, અનેક વરિષ્ઠ સંતો,મહંતો, મહામંડલેશ્વરો અને રાજઅગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં આયોજન કરાયું છે. એમાં ખાસ આકર્ષણ નું કેન્દ્ર બની રહેશે ભારતના દીર્ઘ દૃષ્ટા અને ઉર્જાવાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની હાજરી.

Advertisement

ભાજપનાં અનેક સિદ્ધિઓ અને રાજવિદ્યા(પોલિટિકલ સાયન્સ)નાં ગુણો થી સંપન્ન એવા નેતૃત્વ પૈકી વડાપ્રધાન મોદી, અમિત શાહ , જે.પી નડ્ડા, રાજનાથસિંહ, નીતિન ગડકરી, સી આર પાટીલ, વિનોદ તાવડે જેવા અનેક નેતાઓ વચ્ચે મનોમંથન ચાલુ હોવાનું અનુમાન છે. ત્યારે સાંપ્રત રાજકીય પરિસ્થિતિમાં આગામી લોકસભા ચૂંટણી-2024 માં તમામ પરિબળો નું સંકલન કરીને કેવી રીતે વધુ સારી રીતે NDA સરકાર ને પુનઃ સ્થાપિત કરી શકાય એનાં ભાગરૂપે દેશમાં વિવિધ વિકાસનાં પ્રોજેક્ટ નાં ઉદ્દઘાટન અને દરેક પ્રકારે લોકાભિમુખ રહેવા નાં પ્રયાસો થઈ રહ્યા છે. INDI ગઠબંધન અનેક વિવાદો થી ઘેરાયેલું છે ત્યારે ભલે આજે વિપક્ષ દૂર દૂર પણ સત્તાની નજીક નથી પરંતુ, 2004 નાં શાઈનીંગ ઇન્ડિયા ઇતિહાસનું અટલ બિહારી વાજપેયીની સુનિશ્ચિત મનાતી જીતને બદલે કોંગ્રેસ સત્તામાં આવી ગઈ એવી કોઈ અતિ આત્મવિશ્વાસ નાં ઇતિહાસ નું પુનરાવર્તન કરવાનાં જરાય મૂડમાં નથી.. એને બદલે દરેક સ્થિતિ પરિસ્થિતિ નું સકારાત્મક સંકલન કરી ને ભવ્ય વિજય જ સંતોષ અપાવી શકે છે તેવો અભિગમ દાખવાય રહ્યો છે.

"ત્રિશુલ ન્યુઝ"નાં અવલોકન મુજબ આ સમયે દેશનાં ત્રણ રાજ્યો ભાજપા માટે પ્રયોગશાળા સમાન બની રહેશે ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુ. ગુજરાતમાં સંગઠનનાં મહાનાયક ચંદ્રકાંત રઘુનાથ પાટીલ, મહારાષ્ટ્રનાં ચંદ્રશેખર બાવનકુલે અને દેવેન્દ્ર ફડણવીસ અને તમિલનાડુનાં પૂર્વ IPS પોલીસ ઓફિસર એવા ભાજપ પ્રમુખ કે. અન્નામલાઈ અને રાજ્ય સંગઠનનાં અનેક નેતાઓ વિશેષ નવું કરવાનાં મૂડ માં છે. તાજેતરમાં તેઓ વચ્ચે મંત્રણા પણ થઇ હતી.

Advertisement

ત્યારે કેન્દ્રીય નેતૃત્વ પણ લોકસભાની ચુંટણીમાં ઉમેદવાર પસંદગીથી માંડી ને તમામ પ્રકાર નાં સમીકરણો નું યોગ્ય સંકલન કરવા માંગે છે. ત્યારે પોલિટિકલ સાયન્સનાં પાયા નાં નિયમો મુજબ 20- 30%માં યોગ્ય પ્રાયોગિક ધોરણે પસંદગી, 30-40% માં અચાનક આશ્ચર્યજનક પસંદગી જેમાં RSS થી જોડાણ,નિષ્ઠાવાન અને પાયાના કાર્યકર્તા ની પસંદગી, સંગઠનનાં જમીની કાર્યકર્તા ની પસંદગી, પક્ષ માં તથા અન્યત્ર સાફસુથરા નામને ને પ્રથમ પસંદગી અને 50- 60% ભૌગોલિક નામના અને અન્ય સાથી પક્ષો સાથે વિચારણા કરી ને ઉમેદવાર પસંદગી કરવા વિચારાય રહ્યું છે. જીતી શકે તે ઉમેદવાર નહિ પરંતુ દરેક સ્થિતિ માં જીતાડી શકે તેવા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાનો દોર 4-5 મહિનાથી ચાલુ જ છે. તમામ સંભાવનાઓ પર વિચાર થઈ રહ્યો છે. એક સત્ય મોદી હૈ તો મુમકિન હૈ.. નો તમામ પ્રકારે લાભ લઈ શકે અને મોદી ની કાર્યશૈલી અને બ્રાન્ડ મોદી નાં એમ્બેસેડર બની ને રહી શકે તેવા ઉમેદવારો ની છટણી થશે અને પછી મંડાશે લોકસભા ચૂંટણી-2024 નાં મંડાણ...

ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે સંકળાયેલા નિષ્ઠાવાન કાર્યકર્તા કે નેતા ની અચાનક પસંદગી નકારી શકાય નહિ. અમુક યુવા નેતાઓ છે જે પાર્ટી સાથે બંને રાજ્યો માં કે અન્ય રાજયમાં સામાન્ય કાર્યકર્તા બની ને છેલ્લા બે દશકોથી પાર્ટી નાં સંગઠન નું માત્ર કામ કરી રહ્યા છે તેની પસંદગી અચાનક થઈ શકે છે. અમુક એવા યુવાઓ જે ટેક્ષ્ટાઈલ કે હીરાઉદ્યોગથી સંકળાયેલા છે તેની પસંદગીની શક્યતા નકારી શકાય નહિ. જેનાથી વિવિધ ઉદ્યોગોને પણ પ્રતિનિધિત્વ મળી શકે છે અને સાથે સાથે તેમની પસંદગી થી તમામ ને વિશેષ સંદેશ પણ આપવા પાર્ટી નેતૃત્વ વિચારી રહ્યાનું માનવામાં આવે છે. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારનાં મંત્રી તરીકે સેવા આપતા અમુક ચહેરા ને પાર્ટી ઉમેદવાર બનાવી શકે તેવી શકયતા નકારી શકાય નહિ.

Advertisement

રામનાં નામ થી પત્થર તરશે જ પરંતુ, ભાજપ આ વખતે રામ નાં નામ સાથે કામ નાં નામ થી જ પત્થર તરે એવું વિજ્ઞાન વિચારી ને આગળ વધવાનાં એંધાણ છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં રાજ્ય સંગઠન માં અનેક નિમણૂકો સૂચક બની રહેશે એવી તમામ પ્રકારની શકયતા છે. ત્યારે અનેક મુરતિયા તૈયાર હશે જ પણ ખરા મુરતિયા ની પસંદગી પાર્ટી નિષ્ઠા, યોગદાન અને લોકપ્રિય ગમતા નામ સામે પસંદગી નો કળશ ઢોળાય તે નિશ્ચિત છે.

સમય જતાં બધું યોગ્ય થાય અને વિશ્વગુરુ ને સાજે એવા લોક પ્રતિનિધિઓની પસંદગી થાય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર લોકસભામાં મહાવિજય પ્રાપ્ત કરીને રાષ્ટ્ર ને નેતૃત્વ પૂરું પાડે તેવું નિશ્ચિત દેખાય રહ્યું છે.

Advertisement
Tags :
Next Article