For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

બ્લેક મની વ્હાઈટ કરવું છે? સુરતના આદિત્ય ગઢવીના શો આયોજકોને 'ગોતી લો'

05:37 PM Jan 12, 2024 IST | admin
બ્લેક મની વ્હાઈટ કરવું છે  સુરતના આદિત્ય ગઢવીના શો આયોજકોને  ગોતી લો

સુરતમાં થઈ રહેલા આદિત્ય ગઢવીના શૉ ને લઈને ઑર્ગેનાઈઝરની ટીકીટને લઈને ખુલ્લેઆમ કાળાબજારી

સુરતમાં આવતીકાલે લોકગાયક આદિત્ય ગઢવીનો શો (Aditya Gadhvi Live Concert Surat) થવા જઈ રહ્યો છે. અગાઉ આ શૉ એપલ ફાર્મમાં થવાનો હતો. પરંતુ કેપિસિટી કરતાં વધુ ટીકીટ નું વેચાણ થતા લાલચમાં આવીને આયોજકે રાતોરાત વેન્યુ નું લોકેશન બદલ્યું અને ટીકીટના ભાવોમાં ફેરફાર કરીને વ્યાપારિક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ઇવેન્ટનું કામ કરતા લોકોમાં એવી પણ ચર્ચા થઇ રહી છે કે સ્પોન્સરના કાળા નાણા ને સફેદ કરવા આં ઇવેન્ટ ને સ્પોન્સર કરાઈ રહી છે. આટલું જ નહી સટ્ટો રમાડતી મોબાઈલ એપને પણ સ્પોન્સર લઈને ઘણી શંકાઓ ઉપજાવી છે. ઇવેન્ટના બીઝનેસમાં રોકડ ટીકીટ, ઓવર બિલીંગ થી જે રીતે રૂપિયા કાળા ધોળા કરવાનો ખેલ થાય છે તે GST અધિકારીઓના નજરમાં આવે એ જરૂરી છે.

Advertisement

છેલ્લા ઘણાં સમયથી ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ જ વળાંક આવ્યો છે. રોજ બરોજ સુરતમાં કોન્સર્ટ, ફેસ્ટિવલ કે એવોર્ડ શૉ વગેરે નું આયોજન થતું હોય છે. તાજેતરમાં જ બોલીવુડના જાણીતાં સિંગર બી પ્રાકનો શૉ થયો હતો. ત્યારબાદ બોલીવૂડ સિંગર દર્શન રાવલનો શૉ પણ થયો. જ્યારે હવે આગામી ૧૩ જાન્યુઆરીના રોજ ગુજરાતના જાણીતાં કલાકાર આદિત્ય ગઢવીનો (Aditya Gadhvi) શૉ થવા જઈ રહ્યો છે. ત્યારે ઓર્ગેનાઈઝર દ્વારા ખુલ્લેઆમ ટીકીટ ને કાળાબજારી ચાલી રહી છે. પૈસા કમાવવાની આડમાં તે દર્શકોને લૂટી રહ્યા છે.

Advertisement

Advertisement

ઓર્ગેનાઈઝર દ્વારા પોતાની એપ પર અને બુક માય શો પર ટીકીટનું વેચાણ કરવામાં આવે છે. અને જેમાં રાઉન્ડ ટેબલના ૫ વ્યક્તિના 60000₹ ચાર્જ લેવામાં આવી રહ્યો છે. એટલે એક વ્યક્તિ દીઠ ૧૨૦૦૦ રૂપિયા લેવામાં આવે છે. આ રાઉન્ડ ટેબલની ટીકીટને માત્ર ઓર્ગેનાઈઝર માત્ર પોતાની એપ પર જ વેચે છે. એવું દેખાડીને ઓવર બિલીંગનો કીમિયો અપનાવાઈ રહ્યો છે. જેથી આવી મોટી રકમનો ટેક્સ ભરવો ન પડે. જ્યારે ૭૦૦ થી લઈને ૧૫૦૦ની ટીકીટ નું વેચાણ બુક માય શૉ પર અને ઓલ ઈવેન્ટ્સ પર વેચી રહ્યા છે. જયારે 60 હજાર ટીકીટ બુક માય શો માં આ જ ટીકીટ 30000 માં મળી રહી છે

સૂત્રો મુજબ વેન્યુની કેપીસીટી કરતાં વધુ ટીકીટ નું વેચાણ કર્યું. અને ત્યારબાદ રાતોરાત લોકેશન બદલી નાંખ્યું. પાર્કિંગ અને અન્ય વ્યવસ્થા ન હતી. જેથી લોકેશન બદલી તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. જ્યારે અમુક સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું કે પાર્કિગની અને અન્ય પરમિશન ન મળતાં સુવિધા વાળા વૅન્યુ પર જ ઇવેન્ટ કરવાનું પ્લાન કર્યું. ત્યારે ગુજરાતી વારસાને વિશ્વફલક પર લઇ જવાનું કામ કરી રહેલા આદિત્ય ગઢવીને આ વાતનો ખ્યાલ હશે? પોતાનો કોન્સર્ટ 15 લાખની ફી લઈને લોકોને મનોરંજન આપનાર આદિત્ય ગઢવીના નામે સુરતમાં કાળો કારોબાર થઇ રહેલો જોઇને કદાચ આદિત્ય ગઢવીનો અંતરાત્મા પણ કહેતો હશે, "જાવા દો, જાવા દો"

Advertisement

Tags :
Advertisement
Advertisement