For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

અદાણી હવે મુન્દ્રા પ્લાન્ટમાં ભવિષ્યમાં પ્રદુષણ નિયંત્રિત કરવા ગ્રીન એમોનિયા વાપરશે

04:06 PM Nov 29, 2023 IST | admin
અદાણી હવે મુન્દ્રા પ્લાન્ટમાં ભવિષ્યમાં પ્રદુષણ નિયંત્રિત કરવા ગ્રીન એમોનિયા વાપરશે

અમદાવાદ, 28મી નવેમ્બર 2023: ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની પાવર જનરેટર અદાણી પાવર (Adani Power) લિ.એ તેના મુન્દ્રા પ્લાન્ટમાં બહુવિધ ડીકાર્બોનાઇઝેશન પહેલના ભાગરૂપે ગ્રીન એમોનિયા કોમ્બશન પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. 2030 પહેલા ઊર્જા સંક્રમણ અને ઉત્સર્જનમાં ઘટાડો કરવા યુએઈમાં 30 નવેમ્બરથી 12 ડિસેમ્બર 2023 દરમિયાન ગ્લોબલ લીડર્સની યુએન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ (COP 28) માં યોજાઈ રહી છે તે વેળા અદાણી પાવર દ્વારા તેનો પ્રારંભ કરવામાં આવશે.

Advertisement

આ પ્રોજેક્ટના ભાગરૂપે ભારતના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના મુન્દ્રામાં કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટમાં 330MW યુનિટના બોઈલરમાં 20% સુધી ગ્રીન એમોનિયા કો-ફાયર (Adani Power to co-fire Green Ammonia) કરાશે.

Advertisement

ગ્રીન હાઇડ્રોજનમાંથી ગ્રીન એમોનિયા ઉત્પન્ન થાય છે.રીન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીને તે વિદ્યુત વિચ્છેદન દ્વારા ઉત્પન્ન થાય છે, તેમાં બોઇલરો માટે ફીડસ્ટોક હશે. એમોનિયામાં કાર્બન નહી  હોવાથી, તેના દહનથી  CO2નું ઉત્સર્જન થતું નથી. અદાણી પાવરે શરુઆતથી જ 'પ્રતિ-યુનિટ' ઉત્સર્જન માટે ઉદ્યોગમાં માપદંડ સુનિશ્ચિત કરી નવા પ્લાન્ટ્સમાં અત્યાધુનિક 'અલ્ટ્રા સુપરક્રિટિકલ ટેક્નોલોજી' અપનાવી છે.

Advertisement

કંપનીના એકમો અને સ્ટેશનના પાયલોટ પ્રોજેક્ટના વિસ્તરણ માટે અદાણી પાવરે IHI અને કોવા-જાપાન સાથે ભાગીદારી કરી છે. કોવા ઉર્જા બચત અને ઉત્પાદન ક્ષેત્રમાં સક્રિય છે, જ્યારે IHI એ હેવી ઇન્ડસ્ટ્રી કંપની છે જે એમોનિયા ફાયરિંગ ટેક્નોલોજી ધરાવે છે. જાપાનમાં IHI ની દેખરેખમાં 20% એમોનિયા મિશ્રણ સાથે કોમ્બેશન પરીક્ષણ કરાયા છે, જે મુન્દ્રા પાવર સ્ટેશનમાં અપનાવવામાં આવશે. આ અદ્યતન ગ્રીન પહેલ માટે મુંદ્રા પ્લાન્ટને જાપાનની બહાર પ્રથમ સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે.

જાપાન-ભારત ક્લીન એનર્જી પાર્ટનરશિપ (CEP)ના નેજા હેઠળ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ કરવામાં આવી રહ્યો છે, જેનો હેતુ ઉર્જા સુરક્ષા, કાર્બન તટસ્થતા અને આર્થિક વૃદ્ધિ હાંસલ કરવાનો છે. તે જાપાનની રાષ્ટ્રીય સંશોધન અને વિકાસ એજન્સી ન્યુ એનર્જી એન્ડ ઈન્ડસ્ટ્રીયલ ટેક્નોલોજી ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (NEDO) હેઠળ જાપાનીઝ ટેક્નોલોજીસ કોન્ટ્રીબ્યુટીંગ ટુ ડીકાર્બોનાઈઝેશન એન્ડ એનર્જી ટ્રાન્ઝિશન તરીકે કરવામાં આવ્યો છે. NEDO ટકાઉ સમાજ માટે જરૂરી ઉર્જા તકનીકી વિકાસમાં નવીનતાને પ્રોત્સાહન આપે છે.

Advertisement

અદાણી પાવર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે “અદાણી પાવર કાર્બનના પ્રમાણને ઘટાડવા નવીઅવી તકનીકો સંબંધી ઉપાયો અપનાવવા માટે સક્રિય પગલાં લેવા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ વિઝનને આગળ વધારવા અમારા મુંદ્રા પ્લાન્ટમાં ગ્રીન એમોનિયાના મિશ્રણ માટે IHI અને Kowa સાથે ભાગીદારી કરતા આનંદ થાય છે, જે CO2 ઉત્સર્જનમાં ઘટાડો કરશે. મધ્યમ ગાળામાં ઉત્સર્જન ઘટાડવા માટે અમે અદ્યતન તકનીકોને વધુને વધુ એકીકૃત કરવાનું ચાલુ રાખીશું“.

અદાણી પાવર વિશે

અદાણી પાવર (APL) વૈવિધ્યસભર અદાણી જૂથનો એક ભાગ છે, જે ભારતમાં સૌથી મોટી ખાનગી વીજ ઉત્પાદક કંપની છે. કંપની પાસે 15,210  મેગાવોટની સ્થાપિત થર્મલ પાવર ક્ષમતા છે જે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને ઝારખંડમાં ફેલાયેલી છે. ઉપરાંત તે ગુજરાતમાં 40 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ પણ ધરાવે છે. પાવરના દરેક ક્ષેત્રના નિષ્ણાતોની વિશ્વ કક્ષાની ટીમની મદદથી, અદાણી પાવર તેની વૃદ્ધિને હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહી છે. કંપની ભારતને પાવર-સરપ્લસ રાષ્ટ્રમાં પરિવર્તિત કરવા અને બધા માટે ગુણવત્તાયુક્ત અને સસ્તીં વીજળી પ્રદાન કરવા માટે ટેકનોલોજી અને નવીનતાનો ઉપયોગ કરી રહી છે.

Tags :
Advertisement
Advertisement