Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

એક્ટર ગોવિંદા એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ; કપૂર સિસ્ટર્સ પણ ઉતરશે ચુંટણી મેદાનમાં...

06:22 PM Mar 28, 2024 IST | V D

Govinda Joins Shiv Sena: લોકસભા ચૂંટણી 2024ને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. તમામ રાજકીય પક્ષો એક પછી એક પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. આ દરમિયાન બોલિવૂડમાંથી લોકસભા ચૂંટણી 2024ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડના 'હીરો નંબર 1' અને કોંગ્રેસના પૂર્વ સાંસદ ગોવિંદા(Govinda Joins Shiv Sena) આજે 28 માર્ચે શિવસેનામાં જોડાયા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગોવિંદાની પ્રશંસા કરી હતી,તે મુંબઈની દક્ષિણ અથવા ઉત્તર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. તો બીજી તરફ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બોલિવૂડની કપૂર બહેનો (કરિશ્મા કપૂર અને કરીના કપૂર ખાન) પણ લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે. કપૂર બહેનો વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને બહેનો શિંદે જૂથ સાથે જોડાશે અને ચૂંટણી લડશે.

Advertisement

ગોવિંદાએ રાજકારણમાં પુનરાગમન કર્યું
પૂર્વ સાંસદ અને પ્રખ્યાત ફિલ્મ સ્ટાર ગોવિંદા એકનાથ શિંદે જૂથની શિવસેનામાં જોડાયા છે. ગત અઠવાડિયે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સાથે બીજી મુલાકાત કર્યાં બાદ ગોવિંદા શિવેસનામાં જોડાશે તેવી અટકળો ચાલવા લાગી હતી જે આજે સાચી પડી છે. બુધવારે શિંદે કેમ્પના પ્રવક્તા કૃષ્ણા હેગડે ઘેર જઈને ગોવિંદાને મળ્યા હતા આ પછી વાત પાક્કા પાકે થઈ હતી અને તેઓ વિધિવત રીતે એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ગયાં હતા.

Advertisement

અગાઉ પણ સાંસદ રહી ચૂક્યા છે
ગોવિંદા પહેલા પણ ચૂંટણી લડી ચુક્યા છે અને 2004 થી 2009 સુધી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓ કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડ્યા હતા. તે સમયે ગોવિંદા ઉત્તર મુંબઈથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેમણે ચૂંટણીમાં ભાજપના રામ નાઈકને હરાવ્યા હતા.

Advertisement

કરીના કપૂર અને કરિશ્મા કપુર કરી શકે છે રાજકારણમાં એન્ટ્રી
ત્યારે બીજી તરફ એવા પણ સમાચાર છે કે, કરીના કપૂર અને કરિશ્મા કપુર બંન્ને બહેનો ટુંક સમયમાં રાજકારણમાં એન્ટ્રી કરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ટુંક સમયમાં આ બંન્ને બહેનો એકનાથ શિંદની શિવસેનામાં સામેલ થઈ શકે છે અને ચૂંટણી પણ લડી શકે છે.કરીના કપૂર અને કરિશ્મા કપૂર બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે.બંનેના રાજકારણમાં જોડાવાના સમાચાર ચોંકાવનારા છે. જો કે અભિનેત્રી તરફથી હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

Advertisement
Tags :
Next Article