For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

કાળ બની પૂરપાટ આવતા ટેમ્પોએ ત્રણ ભાઈઓને કચડ્યા, કાળજું કંપાવી દે તેવા અકસ્માતમાં બે ભાઇઓના મોત

02:49 PM Jun 26, 2024 IST | Drashti Parmar
કાળ બની પૂરપાટ આવતા ટેમ્પોએ ત્રણ ભાઈઓને કચડ્યા  કાળજું કંપાવી દે તેવા અકસ્માતમાં બે ભાઇઓના મોત

Vadodara Accident: સુરત વડોદરા નેશનલ હાઇવે પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. જેમાં બે ભાઈઓના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.  આજવાથી વાઘોડિયા ચોકડી વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. જેના સીસીટીવી સામે આવ્યા છે. આ અકસ્માતમાં એક ટેમ્પા ચાલકે એક મોટરસાયકલને અડફેટે લીધું હતું.  બેફામ આવી રહેલા પિકઅપ ટેમ્પો ચાલકે બાઈક સવાર ત્રણ યુવકોને કચડી(Vadodara Accident) નાખ્યા હતા.

Advertisement

આ ટુ વ્હીલર પર ત્રણ ભાઇઓ જઇ રહ્યાં હતા. જેમાંથી બે ભાઇઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ છે. જ્યારે એક ભાઇની હાલત ગંભીર છે. મળતી માહિતી અનુસાર સુરત વડોદરા નેશનલ હાઇવે પર આજવાથી વાઘોડિયા ચોકડી વચ્ચે પિકઅપ ટેમ્પા ચાલકે એક ટુ વ્હીલરને અડફેટે લીધું હતું.

Advertisement

આ અકસ્માતનાં કાળજું કંપાવી દે તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય તેમ પુરપાટ ઝડપે આવી રહેલા પિકઅપ ટેમ્પાએ બાઈકને અડફેટે લઇને વાહન પર સવાર ત્રણ યુવકોને કચડી નાખ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ તેમજ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી. એક માહિતી અનુસાર બાઈક પર સવાર ત્રણ યુવક એ જ પરિવારના ભાઈઓ હતા.

Advertisement

રોહિત વર્મા, શ્રવણ વર્મા અને કરણ વર્મા કોઈ કારણસર બાઈક પર સાથે જઇ રહ્યા હતા. ત્યારે યમદૂત બનીને આવેલા ટેમ્પાએ ત્રણેય ભાઈઓને અડફેટે લઇ લીધા હતા. જેમાં રોહિત વર્મા અને શ્રવણ વર્માનું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રીજો ભાઇ કરણ વર્માની હાલત ગંભીર છે.

હાલ તેની સારવાર ચાલી રહી છે. આ ત્રણેય ભાઈઓ વડોદરાના દંતેશ્વર વિસ્તારના રહેવાસી હતા. આ ભાઇઓ શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. બે ભાઇના મોતની ખબર સાંભળીને આખા પરિવારમાં માતમ ફેલાઇ ગયો છે. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement