For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરતમાં ACBએ બોલાવ્યો વધુ એક સપાટો; SMCના બે ક્લાર્ક લાંચ લેતા ઝડપાયા

02:48 PM Jun 12, 2024 IST | V D
સુરતમાં acbએ બોલાવ્યો વધુ એક સપાટો  smcના બે ક્લાર્ક લાંચ લેતા ઝડપાયા

Surat Bribe News: ગુજરાતમાં સરકારી લાંચિયાઓ સુધરવાનું નામ જ નથી લઇ રહ્યા. જેને કે ઉપરના અધિકારી કે કોઈનો ખોફ ના હોય તેવી રીતે એક બાદ એક સરકારી લાંચિયાઓ લાંચ(Surat Bribe News) લેતા સામે આવ્યા કરે છે.હજુ તો 2 દિવસ પૂર્વે રેતી ખનનમાં 2 લાંચિયાને એસીબીએ ઝડપી પાડ્યા હતા.ત્યારે જે ફરી એકવાર ઉધના સાઉથ ઝોન-એના આકારણી વિભાગના બે ક્લાર્કને ACBએ 35 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે.

Advertisement

વેરો રીક્વીજેશનના બદલામાં લાંચ માગી
ઉધના વિસ્તારમાં રહેતા વ્યક્તિ દર વર્ષે તેમના માનનો વેરો ભરે છે. મકાનનો વેરો દર ત્રણ વર્ષે રીકવીજેશન કરવાનો થતો હોય વેરો રીક્વીજેશનની કાર્યવાહી કરવા માટે તે વ્યક્તિએ મનપાના ઉધના ઝોન એમાં રજૂઆત કરી હતી. આકારણી વિભાગમાં ફરજ બજાવતા બે કલાર્ક જીજ્ઞેશકુમાર ચમીનભાઈ પટેલ અને મેહુલકુમાર બાલુભાઈ પટેલ 35 હજારની લાંચ માગતા હતાં. આ અંગે તે વ્યક્તિે સુરત એસીબીનો સંપર્ક કર્યો હતો.

Advertisement

35000ની લાંચ લેતા રંગે હાથ પકડ્યા
એક વ્યક્તિ મકાનનો વેરો મકાનનો વેરો સુરત મહાનગરપાલિકામાં ભરવા આવ્યો હતો. જે મકાનનો વેરો દર ત્રણ વર્ષે રિકવીઝેશન કરવાનો થતો હોય જે વેરો રીકવીજેશનની કાર્યવાહી કરવાના અવેજ પેટે બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં 35 હજારની લાંચ માંગી હતી.

Advertisement

આ દરમિયાન ફરિયાદ થતા ACBએ છટકું ગોઠવ્યું હતું અને મેહુલકુમાર પટેલએ લાંચ સ્વીકારતા જ ACBની ટીમ પહોંચી હતી. અને સ્થળ પરથી જ બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

બન્નેના પગાર 35 હજારથી વધુ
એસીબીએ છટકાનું આયોજન કર્યું હતું. છટકા મુજબ ઉધના કેનાલ રોડ પર ખરવરનગર રોકડીયા હુનામન મંદિરની પાછળ જય બજરંગ પાન સેન્ટર સામે તે વ્યક્તિ કલાર્ક મેહુલકુમાર પટેલને મળ્યા હતા અને વાત કરી લાંચના 35 હજાર સ્વીકારતા એસીબી ત્રાટકી હતી. બાદમાં બન્ને ક્લાર્કને ઝડપી પાડ્યા હતાં. બન્નેના પગાર 35 હજારથી વધુ છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement