Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

અયોધ્યા રામ મંદિર માટે ગુજરાતના 4 શહેરોમાંથી સુરતથી દોડાવાશે 'આસ્થા' ટ્રેન, રાજ્ય રેલવે મંત્રીએ કરી જાહેરાત

02:32 PM Jan 11, 2024 IST | Chandresh

Astha Train: અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઘણી તૈયારીઓ ચાલી રહી છે. તે દરમિયાન હવે યાત્રિકોની સુવિધાને લઈ રેલવે દ્વારા 5 ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે. જે સંબંધિત સ્ટેશનથી અયોધ્યા તરફ જશે. આ અંગે ખુદ રેલ્વે રાજ્ય મંત્રીએ ટ્વિટ કરીને આના વિશે માહિતી આપી છે. અને બીજી તરફ 5 ટ્રેનોમાંથી 4 ટ્રેનો તો માત્ર ગુજરાતથી જ ઉપડવાની છે. મહત્વનું છે કે, આવનારી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં(Astha Train) રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજવા જઈ રહી છે.

Advertisement

રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે ટ્વિટરના માધ્યમથી જણાવ્યું છે કે, આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામની નગરી અયોધ્યા ન ભારત સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે જ્યાં પર લાખો કરોડો શ્રદ્ધાલુ અયોધ્યા જવાની ઈચ્છા રાખી રહ્યા છે ત્યારે વિવિધ વિસ્તારથી સ્થિત અયોધ્યા માટે આસ્થા ટ્રેન શરૂ થવા જઈ રહી છે. જે આ પ્રકારે રહશે.

Advertisement

ગુજરાતના કયા શહેરથી અયોધ્યા જશે ટ્રેન?

ટ્રેન નંબર 01: ભાવનગર-અયોધ્યા-ભાવનગર, તારીખ 09 ફેબ્રુઆરી 24 થી શરૂ થાય છે, ટ્રેન નંબર 02: ઇન્દૌર-અયોધ્યા-ઇન્દૌર, તારીખ 03 ફેબ્રુઆરી 24 થી શરૂ થાય છે, ટ્રેન નંબર 03: અમદાવાદ-અયોધ્યા-અમદાવાદ, તારીખ 10 ફેબ્રુઆરી 24 થી ટ્રેન શરૂ થાય છે, ટ્રેન નંબર 04: સુરત-અયોધ્યા-સુરત, તારીખ 10 ફેબ્રુઆરી 24 થી શરૂ થાય છે, ટ્રેન નંબર 05: રાજકોટ-અયોધ્યા-રાજકોટ, તારીખ 10 ફેબ્રુઆરી 24 થી શરૂ થાય છે.

Advertisement
Advertisement
Next Article