For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ઝાડું છોડી કમળ પકડ્યું! આમ આદમી પાર્ટીના 100 કાર્યકર્તાઓએ ધારણ કર્યો કેસરિયો...

03:02 PM May 01, 2024 IST | Chandresh
ઝાડું છોડી કમળ પકડ્યું  આમ આદમી પાર્ટીના 100 કાર્યકર્તાઓએ ધારણ કર્યો કેસરિયો

AAP candidates joined BJP: લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાનું સિલસિલો હજી પણ યથાવત ચાલી રહ્યો છે. ક્યાંક નેતાઓ (AAP candidates joined BJP) ક્યાંક ખોદેદારો, તો ક્યાંક કાર્યકર્તાઓ પોતાની રીતે એક પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જતા રહે છે.

Advertisement

માલધારી સમાજના હોદ્દેદારોએ કેસરિયો કર્યો
આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા પછી હજી પણ હોદ્દેદારો પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાવાનો સિલસિલો યથાવત ચાલુ રાખ્યો છે. આજે સુરતના કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં માલધારી સેલના અલગ અલગ જિલ્લાના અને પ્રદેશના હોદ્દેદારોએ કેસરિયો ધારણ કરવામાં આવ્યો છે. માલધારી સેલના અગ્રણીઓ દ્વારા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અંદાજે હોદ્દેદારો સહિત સો જેટલા કાર્યકર્તાઓ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ચુક્યા છે.

Advertisement

આપમાં અમારી અપેક્ષા મુજબ કામ ન થયા
આમ આદમી પાર્ટીમાં માલધારી સેલના પ્રદેશ ઉપપ્રમુખ રહી ચૂકેલા પિયુષ દેસાઈએ જણાવ્યું છે કે, આજે અમે અમારા માલધારી સમાજના યુવકો અને આ માર્ગની પાર્ટીમાં અલગ અલગ હોદ્દા ઉપર રહેલા વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ચુક્યા છે.

Advertisement

આપમાં અમે કામ કરતા હતા, પરંતુ ત્યાં લોકોના પ્રશ્નોનો ઉકેલ આવતો ન હતો અને તેના કારણે આખરે અમારે આમ આદમી પાર્ટી છોડવી પડી છે. હાલ આજે અમે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ભાજપ જોડવા જઈ રહ્યા છે. ભાજપ માટે હવે અમે તન,મન, ધનથી કામ કરીને બતાવ્સું. ભાજપને વિચારધારા ને કારણે અમે ભાજપમાં આવવાનો નિર્ણય કર્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement