For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પર ભાજપના કાર્યકર્તાઓના થઇ રહેલા હિંસક હુમલાથી ફાયદો AAP ને થશે- જાણો કેમ

11:36 AM May 09, 2022 IST | Vandankumar Bhadani
સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પર ભાજપના કાર્યકર્તાઓના થઇ રહેલા હિંસક હુમલાથી ફાયદો aap ને થશે  જાણો કેમ

સુરતમાં 2021 ની મ્યુન્સીપલ કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન સુરતમાં AAP આમ આદમી પાર્ટી ૨૭ બેઠકો લઇ આવીને ઇતિહાસ સર્જી દીધો હતો. જેને લઇને સ્થાનિક ભાજપ નેતાઓ પણ દુઃખ અનુભવી રહ્યા છે. કામરેજ વિધાનસભા માં આવતી કોર્પોરેશન ની બેઠકો એટલી મોટી લીડ થી આમ આદમી પાર્ટી જીતી ગયું હતું કે એવડી હાલના ધારાસભ્ય ઝાલાવડીયા પણ 2017માં મેળવી શક્યા નહોતા. સ્વાભાવિક છે આવનારી ચૂંટણીમાં ભાજપના કાર્યકર્તાઓ હારનો ડર હૈયામાં રાખીને બેઠા હોય.

Advertisement

સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ૭મી મેના રોજ કામરેજની વાલમ નગર સોસાયટીના ગેટ પાસે ભાજપના કાર્યકર્તાઓ દિનેશ દેસાઈ અને તેના અન્ય સાથીદારોએ આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ રામ ધડુક સહિતનાઓ પર મારામારી અને ગાળી ગ્લોચ કરતા સીસીટીવીમાં કેદ થયા હતા. આ વિસ્તાર પાટીદાર બાહુલ્ય ધરાવે છે, ત્યારે આમ આદમી પાર્ટી તરફથી આ વિસ્તારની જનતાનો ઝુકાવ વધુ હોવાનું ભાજપના કાર્યકર્તાઓ સારી રીતે જાણે છે.

Advertisement

Advertisement

આમ આદમી પાર્ટી ના સભ્ય નોંધણીના કાર્યક્રમ ને અટકાવવા માટે ભાજપના કાર્યકર્તાઓ અહીં પહોંચ્યા હતા અને આ વાત ઘર્ષણ સુધી પહોંચી ગઈ હતી. સીસીટીવી કેમેરામાં મારામારી સ્પષ્ટ દેખાતી હોવા છતાં સરથાણા પોલીસે ઠાગાઠૈયા કર્યા હોવાનો આરોપ આમ આદમી પાર્ટીના કાર્યકરો લગાવ્યો હતો અને આખી રાત પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં જ ધરણા પણ કર્યા હતા. છેવટે પોલીસે સામસામે ફરિયાદ લઇને મામલો થાળે પાડયો હતો આ વાતને લઈને હવે રાજકારણ ગરમાયું છે.

જ્યાં આ બનાવ બન્યો તે વિસ્તાર પાટીદાર બાહુલ્ય ધરાવે છે. જ્યારે મારામારી કરવા આવનાર અન્ય સમાજના ઈસમો આ વિસ્તારમાં માથાભારે ની છાપ ધરાવે છે. જેને લઇને જનતામાં ફોટો મેસેજ ગયો છે. જે આમ આદમી પાર્ટીના નેતાઓ ને જ ફાયદારૂપ સાબિત થઇ રહ્યો છે. માર ખાનાર આમ આદમી પાર્ટીના નેતાઓ તરફ લોકોની સંવેદનાઓ ઊભી થઈ છે અને આ વિવાદ સોસાયટીની અંદર થયો હોવાથી લોકોએ જ ભાજપ વિરોધી પ્રચાર શરૂ કરી દીધો છે.

Advertisement

આ ઘર્ષણ કરવા પહોંચેલા ભાજપના કાર્યકર્તાઓ કોના આદેશથી ગયા છે, તે તો બહાર આવ્યું નથી. પરંતુ આ ઘર્ષણને કારણે ભાજપને નુકસાન ચોક્કસ ગયું છે. તે મોવડીમંડળ સારી રીતે જાણે છે, ત્યારે હવે ભૂતકાળની હાર અને આવનારી હાર ને જોઈને ગિન્નાયેલા ભાજપ કાર્યકર્તાઓને મોવડીમંડળ કેવી રીતે હેન્ડલ કરે છે તે જોવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Tags :
Advertisement
Advertisement