For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ભરૂચ બેઠક આપને પધરાવી દેતા ફૈસલ અને મુમતાઝ પટેલ નારાજ, ગોપાલ ઈટાલીયાએ કહ્યું ‘અહેમદભાઈ હતા છતાં ભરૂચ બેઠક જીતી ન હતી’...

12:58 PM Feb 24, 2024 IST | V D
ભરૂચ બેઠક આપને પધરાવી દેતા ફૈસલ અને મુમતાઝ પટેલ નારાજ  ગોપાલ ઈટાલીયાએ કહ્યું ‘અહેમદભાઈ હતા છતાં ભરૂચ બેઠક જીતી ન હતી’

AAP-Congress Alliance: કોંગ્રેસના ચાણક્ય તરીકે જાણીતા સ્વ. અહેમદ પટેલ જ્યાંથી આવતા એ ભરુચ લોકસભા બેઠક(AAP-Congress Alliance) પર ચૂંટણી પૂર્વે રાજકીય ધમાસણ સર્જાયું છે. ગુજરાત અને દિલ્લીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના ગઠબંધનની જાહેરાતને 24 કલાક નથી થયા ત્યાં જ ભરુચ લોકસભા બેઠક પર ગઠબંધનનો વિરોધ સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અહેમદે ટ્વીટ કરીને કર્યો છે. સ્વ. અહેમદ પટેલના પુત્રી શુક્રવારે દિલ્લી ખાતે પોતાની ટિકિટ મેળવવા કોંગ્રેસ મોવડી મંડળના ચક્કર લગાવી રહ્યાં છે ત્યારે ભરુચ લોકસભા બેઠકને લઈ રાજ્ય અને દેશમાં રાજકારણ ગરમાયું છે. ત્યારે આ વચ્ચે આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ અને નેતા ગોપાલ ઈટાલીયાએ ટ્વીટ કરીને ફૈસલ અને મુમતાઝને માર્યો ટોણો માર્યો છે.

Advertisement

ભરુચ લોકસભા બેઠક પર ગઠબંધન નામે ધમાસણ કેમ?
ગત મહિને આપ સુપ્રિમ અરવિંદ કેજરીવાલે ભરુચ જિલ્લાની મુલાકાતે આવી રાજ્યમાં લોકસભા બેઠક પરના સૌથી પહેલા ઉમેદવાર તરીકે ચૈતર વસાવાની જાહેરાત કરી કોંગ્રેસ-આપ ગઠબંધનની શક્યતા અંગે પણ પ્રશ્નો સર્જ્યા હતા. આપે ગુજરાતમાં ભાવનગરથી ઉમેશ મકવાણા અને ભરુચ લોકસભા બેઠક વિસ્તારની ડેડીયાપાડા વિધાનસભા બેઠક પરથી આપ ધારાસભ્ય ચૈતર વસાવાની જાહેરાત કરી રાજ્યનો પહેલો ઉમેદવાર જાહેર કર્યો હતો. સવાલ એ છે કે, ભરુચ લોકસભા બેઠક પર રાજકીય ઘમાસણ કેમ છે.

Advertisement

તો જવાબ સ્પષ્ટ છે કે, ભાજપમાં વર્તમાન સાંસદ મનસુખ વસાવા સામે અસંતોષ છે. ભરુચ બેઠક પર આદિવાસી, મુસ્લિમ અને અનુસૂચિત જાતિના મતદારોનું ધ્રુવીકરણ સર્જાય તો બિન-ભાજપીય પક્ષ માટે વિજયની આશા બંધાઈ શકે છે. ભરુચ જિલ્લાના દહેજ, વિલાયત, અંકલેશ્વર જંબુસર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મોટા પાયે રોકાણ આવી રહ્યું છે. અનેક રાષ્ટ્રીય પ્રોજક્ટનું હબ હવે ભરુચ લોકસભા બેઠકનો મતવિસ્તાર બને છે એ જોતા તેનું રાજકીય મહત્વ વધ્યું છે. એક તરફ ભાજપના સાંસદ મનસુખ વસાવાની ટિકિટ કપાવા અને તેમની સામેના અસંતોષના કારણે કોંગ્રેસ પોતાની રી-એન્ટ્રી કરવા માંગે છે.

Advertisement

કોંગ્રેસ નહીં છોડે, દિલ દુખશે
ભરૂચ બેઠક કોંગ્રેસને ન મળવાના સવાલ પર મુમતાઝે જણાવ્યું કે માત્ર મારુ દિલ જ નહિ હજારો કાર્યકર્તાઓનું દિલ પણ તૂટી જશે. હું આશા કરું છું કે હાઇકમાન્ડ બેઠકને લઈને સમજી વિચારીને નિર્ણય કરે. અમે તેમના નિર્ણયનું સન્માન કરીશું. આખો કોંગ્રેસ પરિવાર એક સાથે છે. હું અહેમદ પટેલની દીકરી છું, મારી વિચારધારા કોંગ્રેસ સાથે જોડાયેલી છે અને અહી જ રહીશ. તેમણે સ્પષ્ટ કર્યું કે નારાજ થઈને તેઓ અન્ય કોઈ પાર્ટીમાં નહિ જાય.

ગોપાલ ઈટાલીયાએ ટ્વીટ કરીને ફૈસલ અને મુમતાઝને માર્યો ટોણો
આ ધમાસણમાં હવે આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ અને નેતા ગોપાલ ઈટાલીયાએ ટ્વીટ કરીને ફૈસલ અને મુમતાઝને ટોણો માર્યો છે. જેમાં તેમને જણાવ્યું છે કે, ‘કેટલીક હકીકતો નીચે મુજબ છે. કોઈ તેને સ્વીકારી શકે છે, અથવા કોઈ તેને સ્વીકારશે નહીં. 2009 પછી કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં લોકસભાની એક પણ બેઠક જીતી શકી નથી. 2009માં કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં 11 લોકસભા બેઠકો જીતી હતી. તે સમયે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને સ્વર્ગસ્થ અહેમદભાઈ જી કોંગ્રેસમાં રાષ્ટ્રીય પક્ષનું નેતૃત્વ કરી રહ્યા હતા. તે સમયે રાષ્ટ્રીય સ્તરે ભાજપની બહુ રાજકીય ઓળખ નહોતી, તેના ઉપર કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને અહેમદભાઈની હાજરી હતી જે સૌ કોપી જાણે છે અને તે પરિસ્થિતિથી સૌ કોઈ વાકેફ છે.

Advertisement

અહેમદ પટેલના પૂત્ર ફૈઝલની ટ્વીટ ઘણું કહી જાય છે
કોગ્રેસના એક સમયના સર્વેસર્વા અને ગાંધી કુટુંબના રાજકીય સલાહકાર અહેમદ પટેલના પૂત્ર ફૈઝલ અહેમદે શુક્રવારે ટ્વીટ કરી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના ગઠબંધન નો વિરોધ કર્યો છે. ફૈઝલ પટેલે પોતે ટ્વીટ કરી INDIA ગઢબંધનના મહત્વના સ્વીકાર્યું છે. પણ ભરુચ લોકસભા બેઠક પર કોંગ્રેસ અને આપ વચ્ચેના ગઠબંધનને પોતાનું અને કોંગ્રેસ કાર્યકરોનું સમર્થન નહીં મળે એમ કહીને બેઠક પર પોતાની દાવેદારી નોંધાવી છે. ફૈઝલ અહેમદે ટ્વીટમાં કોંગ્રેસ ભરુચ ખાતે મજબુત છે એવા સૂર સાથે કહ્યું કે, કોંગ્રેસ માટે ભરુચ જિલ્લામાં જીત મેળવવી સરળ રહેશે.

ભરુચ જિલ્લામાં ડેડીયાપાડાની એક માત્ર વિધાનસભા બેઠક પર આપના ધારાસભ્ય ચૈતર વસાવા છે. આમ આપની તાકાત જિલ્લામાં ફકત એક જ બેઠક પર છે. 2022થી આપ પાર્ટીનો ગ્રાફ નીચે આવ્યો છે. હું માનું છું કે, ભરુચ લોકસભા બેઠક કોંગ્રેસને મળવી જોઇએ. જો કોંગ્રેસને ભરુચ લોકસભા બેઠક નહીં ફળવાય તો હું INDIA ગઠબંધનને સમર્થન નહીં આપું. એક મહિનામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના આદિવાસી વિસ્તારમાંથી પસાર થશે. ત્યાં કોંગ્રેસ પરિવારના જ સભ્યો કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા નિર્ધારીત INDIA ગઠબંધનને પોતાની રાજકીય રોટલી શેકવા માટે અસ્વીકાર કરી કોંગ્રેસ મોવડી મંડળ સામે પડકાર સર્જે છે.

Tags :
Advertisement
Advertisement