For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

'પહેલા 13 વાર વધારો પછી 5 વખત ઘટાડો' ભાજપ સરકાર પર આમ આદમી પાર્ટીએ પેટ્રોલ-ડીઝલને લઇ કર્યા આકરા પ્રહારો

10:56 AM May 23, 2022 IST | Mishan Jalodara
 પહેલા 13 વાર વધારો પછી 5 વખત ઘટાડો  ભાજપ સરકાર પર આમ આદમી પાર્ટીએ પેટ્રોલ ડીઝલને લઇ કર્યા આકરા પ્રહારો

કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ રાજકારણ શરૂ થઈ ગયું છે. વિરોધ પક્ષો સતત સરકાર પર આંકડાઓ સાથે રમત કરીને જનતાને મૂર્ખ બનાવવાનો આરોપ લગાવી રહ્યા છે. આ દરમિયાન રવિવારે આમ આદમી પાર્ટી(AAP)એ ટ્વિટ કરીને કેન્દ્ર સરકાર(Central Government) પર પ્રહારો કર્યા છે. પાર્ટી તરફથી આંકડાઓ રજૂ કરતા કહેવામાં આવ્યું છે કે, ‘પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના ભાવ પર પીએમ મોદી(PM Modi)નો માસ્ટરસ્ટ્રોક! એક્સાઈઝ ડ્યુટીમાં 13 વખત વધારો ઝીંકવામાં આવ્યો અને 5 વખત ઘટાડો, પછી વાહ બોલો! પીએમ મોદી વાહ! ઇંધણની રમત, ઇંધણનો ખેલ તો કોઈ મોદી પાસેથી શીખે. મોદી સરકારે ભાવ ઘટાડવાના બહાને જનતાને ફસાવી.

Advertisement

Advertisement

તમને જણાવી દઈએ કે, પાર્ટી દ્વારા કરવામાં આવેલ એક ટ્વિટમાં વર્ષ 2014થી 2022 સુધી ઈંધણના ભાવમાં થયેલા વધારા અને ઘટાડાનો અહેવાલ રજૂ કરતા દાવો કરવામાં આવ્યો છે કે પેટ્રોલ અને ડીઝલ સસ્તા નહિ પરંતુ મોંઘા થયા છે. એક્સાઇઝમાં ઘટાડા બાદ પણ પેટ્રોલ 10 રૂપિયા 43 પૈસા અને ડીઝલ 12 રૂપિયા 24 પૈસા મોંઘુ થયું છે. આવી સ્થિતિમાં સરકાર આંકડાઓ સાથે રમત રમીને જનતા સાથે છેતરપિંડી કરી રહી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા કોંગ્રેસે પણ સરકાર પર આંકડાઓ સાથે રમત કરવાનો આરોપ લગાવ્યો હતો.

Advertisement

પેટ્રોલ-ડીઝલ થયું સસ્તું:
સામાન્ય જનતાના મોંઘવારીના માર વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટી રાહત મળી છે. દેશભરમાં પેટ્રોલ સાડા 9 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ઘટાડો એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડાને કારણે થયો છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં રૂ. 8 અને ડીઝલ પર પ્રતિ લિટર રૂ. 6નો ઘટાડો કર્યો છે, જેનાથી પેટ્રોલ રૂ. 9.50 અને ડીઝલ રૂ. 7 પ્રતિ લિટર સસ્તું થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Advertisement

Tags :
Advertisement
Advertisement