For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

પાલનપુરના ચંડીસર બ્રિજ નજીક ટ્રેલર નીચે આવી જતા યુવકનું ઘટના સ્થળે જ મોત

06:07 PM Jul 05, 2024 IST | V D
પાલનપુરના ચંડીસર બ્રિજ નજીક ટ્રેલર નીચે આવી જતા યુવકનું ઘટના સ્થળે જ મોત

Palanpur Accident: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની વણઝાર ચાલી રહી છે. ગફલતભરી ડ્રાઈવિંગ અને પૂરપાટ ઝડપે વાહનો હંકારતા વાહનચાલકો દ્વારા અકસ્માતો સર્જી નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યાં છે. ત્યારે આજરોજ ડીસા-ભીલડી હાઈવે(Palanpur Accident) પર ભીલડી રેલવે બ્રિજ પર મુકવામાં આવેલા ડિવાઈન્ડરના કારણે જઈ રહેલા એક ટ્રેલર પાછળ પૂરપાટ ઝડપે આવતું ટ્રેલર ધુસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રેલર ક્લીનરનું સારવાર દરમિયાન મોત નીપજતાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.

Advertisement

ટ્રેલર નીચે આવી જતા યુવકનું મોત
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, પાલનપુરના ચંડીસર બ્રિજ પાસે એક ટ્રેલર ચાલકે બેદરકારી દાખવતા એક યુવકને કચડ્યો છે, જેમાં ટ્રેલરના પાછળના ભાગે યુવક આવી જતા યુવક કચડાઈ ગયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. ઘટનાની જાણ થતાં ભીલડી પોલીસે આવી મૃતક કમલેશભાઈ માંગીલાલ ભીલની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યારે અકસ્માત સર્જનાર ટ્રેલર ચાલક ભંવરલાલ જયરામજી ઔડ સામે ભીલડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

અકસ્માતનો સિલસિલો યથાવત
ઉલ્લેખનીય છે કે, ભીલડી રેલવે બ્રિજ પર કામ હાલમાં ગોકળગતિએ ચાલતું હોવાથી ડાયવર્ઝન મુકવામાં આવેલું છે. જેને લઇને વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે રેલવે બ્રિજ પર તાત્કાલિક અસરથી કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.

Advertisement

ટ્રેલરની પાછળ ધડાકાભેર બીજા ટ્રેલરે ટક્કર મારી
તો બીજી તરફ ડીસા તાલુકાના ભીલડી ઈન્દીરાનગર ખેટવા બ્રિજ ઉપર હાલમાં સમારકામ ચાલી રહ્યું હોવાથી વાહનવ્યવહાર માટે ડાયવર્ઝન અપાયેલા રોડ ઉપર વહેલી સવારે એક ટ્રેલરની પાછળ ધડાકાભેર બીજા ટ્રેલરે ટક્કર મારી હતી. સર્જાયેલા અકસ્માતમાં એક વ્યકિતનું મોત થયું હતું. જ્યારે બીજાને ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

છેલ્લા 8 દિવસમાં 3 અકસ્માત થયા
હાલમાં બ્રિજ પરની બીજી સાઈડના સ્લેબનું સમારકામ ચાલુ કરેલ હોવાથી ડીસાથી ભિલડી આવવાના રસ્તા પર ડાયવર્ઝન આપતા ફરીથી અકસ્માતની વણઝાર સર્જાઈ છે. છેલ્લા 8 દિવસમાં 3 અકસ્માત થયા હતા. જેમાં એક વ્યક્તિ એ જીવ ગુમાવ્યો હતો અને 3ને ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી વાહલચાલકો દ્વારા સમારકામ જલદી પૂરું કરવામાં આવે તેવી માંગ ઊઠી હતી.

Advertisement

Tags :
Advertisement
Advertisement