For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરત/ કતારગામમાં 'જમાલ કુડુ' ગીત પર માથે દારૂની બોટલ મુકી પાર્ટી કરતાં યુવાનોનો વિડીયો વાયરલ

05:56 PM Mar 11, 2024 IST | V D
સુરત  કતારગામમાં  જમાલ કુડુ  ગીત પર માથે દારૂની બોટલ મુકી પાર્ટી કરતાં યુવાનોનો વિડીયો વાયરલ

Surat News: સુરતમાં બેખોફ બનેલા દારૂડિયા પોલીસને પડકાર ફેંકતા હોય તેવા અનેક વીડિયો ભૂતકાળમાં વાઈરલ થઈ ચૂક્યા છે. ત્યારે પોલીસને પડકાર ફેંકતો વધુ એક વીડિયો કતારગામમાંથી વાઈરલ થયો છે. જેમાં કેટલાક યુવાનો ડીજે પાર્ટીમાં બેખોફ બની દારૂ ભરેલી(Surat News) બોટલ માથા પર મુકીને બોલિવૂડની ફિલ્મ એનિમલના જમાલ કુડુ સોંગ પર ઝૂમતો વાઈરલ વીડિયોમાં દેખાઈ રહ્યો છે. વીડિયો વાઈરલ થતાં કતારગામ પોલીસ માટે એક તપાસનો વિષય બન્યો છે.

Advertisement

વિડીયો થયો વાયરલ
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના કતારગામ વિસ્તારમાં કેટલાક યુવાનો ડીજે પાર્ટીમાં દારૂનો નશો કરી મોટી સંખ્યામાં હાજર લોકોની વચ્ચે બેખોફ બની જાહેરમાં દારૂની બોટલ માથા ઉપર મુકીને બોલિવૂડની ફિલ્મ એનિમલના જમાલ કુડુ સોંગ પર ડાન્સ કરતા હતા.જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે કાયદાનું ભાન ભુલેલા દારૂડિયા સુરતમાં દારૂની છૂટ હોય તેવી રીતે દારૂનો ગ્લાસ માથે મુકીને ડાન્સ કરવા લાગે છે.

Advertisement

દારૂની બોટલ સાથે ઝુમતા નજરે પડી રહ્યા હતા
આ પ્રસંગમાં દારૂ બંધીના ધજાગરા ઉડ્યા હતા.વીડિયોમાં કેટલાક લોકો દારૂની બોટલ સાથે ઝુમતા નજરે પડી રહ્યા છે.આ સમયે ત્યાં મોટી સંખ્યામાં હાજર લોકોમાંથી કોઈએ આ દ્રશ્યો પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કરી વીડિયો વાઈરલ કરતા આ વિડીયો વાયરલ થયો છે.હવે જોવાનું એ રહ્યું કે આ વિડીયો સામે આવ્યા બાદ કતારગામ પોલીસ શું કાર્યવાહી કરશે?

Advertisement

આ અગાઉ પણ વિડીયો વાયરલ થયો હતો
આ અગાઉ પણ સુરતમાં એક રૂમમાં કેટલાક મિત્રો અન્ય એક મિત્રના જન્મ દિવસ નિમિતે દારૂપાર્ટી કરતા હોય તેવી વિડીયો વાયરલ થયો હતો.જેમાં પોલીસે તપાસ કરીને તે લોકોને કાયદાનો પાથ ભણાવ્યો હતો.તો પણ જાણે કે કેટલાય લોકો સુધરવાનું નામ લઇ રહ્યા નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement