For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

રાજકોટ ગેમઝોનમાં આવી રીતે લાગી હતી વિકરાળ આગ; એક ક્લિક પર જુઓ વિડીયો

11:25 AM May 27, 2024 IST | V D
રાજકોટ ગેમઝોનમાં આવી રીતે લાગી હતી વિકરાળ આગ  એક ક્લિક પર જુઓ વિડીયો

Rajkot TRP Gamezone Fire: ગત રોજ શનિવારે રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી વિકરાળ આગની(Rajkot TRP Gamezone Fire) દુર્ઘટનામાં 40થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. 16 વ્યક્તિના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થયું છે. 28 વ્યક્તિના DNA સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે. સેમ્પલ મેચ થયા બાદ મૃતદેહો સ્વજનોને સોંપાશે. ગઈકાલે આગ લાગ્યાની જાણ થતા જ ફાયરબ્રિગેડ, પોલીસ, કોર્પોરેશનના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

Advertisement

જેમ જેમ મોતનો આંકડો વધતો ગયો તેમ તેમ સેવાભાવી લોકો દોડી ગયા હતા. આગએટલી વિકરાળ હતી કે, ગેમઝોન આખો બળીને ખાખ થઈ ગયો હતો.ફાયર સેફ્ટીના સાધનોમાં ખામી હોવાનું પ્રાથમિક તારણ જણાઈ રહ્યું છે. ગેમઝોનમાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. અહીં ફાયર સેફ્ટીના સાધનો હતા, પણ કનેક્શન નહોતું.

Advertisement

જાણો આગ લાગવાનું મુખ્ય કારણ
ગેમઝોન NOC વગર જ ચાલતુ હતું. સાડા ત્રણ વર્ષથી કોઈપણ ચકાસણી વગર ધમધમતું હતું. આ વચ્ચે એક મહત્વપૂર્ણ સીસીટીવી સામે આવ્યા છે. આ સીસીટીવી દર્શાવે છે કે આગ કઇ રીતે લાગી હતી. સીસીટીવીમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે વેલ્ડીંગના તિખારા ઝરતા આ આગ લાગી હતી.

Advertisement

તિખારા જે જગ્યાએ પડ્યા ત્યાં -ફોર્મની સીટ હતી. ગાદીમાં આગ લાગતા આગ ઝડપથી પ્રસરી ગઇ હતી. આ આગ ગણતરીની મિનિટોમાં ભીષણ જ્વાળાઓમાં પલટાઇ ગઇ હતી. મૃતદેહ ભયાનક રીતે સળગી જતા તેમની ઓળખ કરવામાં પણ મુશ્કેલી ઉભી થઇ રહી છે. જેથી 28 વ્યક્તિના DNA સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે. સેમ્પલ મેચ થયા બાદ મૃતદેહો સ્વજનોને સોંપાશે.

Advertisement

હાલ મૃતકોની ઓળખ માટે તેમના માતા-પિતા અથવા ભાઇ બહેનના સેમ્પલ લેવાયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. રાજકોટના અગ્નિકાંડની ઘટનાએ આજે ફરી સુરતના તક્ષશિલા અગ્નિકાંડની યાદો તાજી કરી દીધી છે. હજૂ તો બે દિવસ પહેલા જ તક્ષશિલાકાંડની વરસી ગઈ અને તેના એક જ દિવસ પછી રાજકોટમાં અગ્નીકાંડની ઘટના બની છે.

આવી દૂર્ઘટનાઓ ક્યારે બંધ થશે તે સૌથી મોટો સવાલ છે. રાજકોટ ગેમઝોન દુર્ઘટનાને લઈ લોકોએ દુઃખ વ્યક્ત કરી તંત્રની બેદરકારીના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હોવાના વસવસા સાથે રોષ વ્યક્ત કર્યો છે. ટેમ્પરરી સ્ટ્રક્ચરના નામે ગેમ ઝોન બની ગયો પણ હવે ત્યાં ગ્રાહકોને લાવવા હોય તો એકાદ તંત્રની મંજૂરી તો લેવી જ પડે.

જો મનપામાં જાય તો તેમને એ ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં પણ ફાયર એનઓસી ફરજિયાત લગાવવી પડે. જેથી તેના બીજા રસ્તા તરીકે માર્ગ અને મકાન વિભાગની મિકેનિકલ બ્રાન્ચમાં રાઈડની મંજૂરીની અરજી કરાઈ હતી. વિભાગના ઈજનેરોએ સ્થળ પર અલગ અલગ પ્રકારના ગેમ ઝોનના ઈક્વિપમેન્ટના સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપી દીધા હતા.

Tags :
Advertisement
Advertisement