Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતીને મળ્યું ધ્રુજાવી દેતું મોત, નવસારીના વિદ્યાર્થીનું મૃત્યુ થતા ચોધાર આંસુએ રડી પડ્યો પરિવાર

12:03 PM Dec 22, 2023 IST | Chandresh

Navsari student dies in Canada: આજકાલની યુવા પેઢીઓને વિદેશ જવાની એક ગાંડી ઘેલસા લાગી છે. યુવાનોને વિદેશ જવાની ઘેલસા એટલી બધી વધી ગઈ છે કે, તક મળે અને તરત જ વિદેશ (Navsari student dies in Canada) જવા માટે તૈયાર થઈ જાય છે, તેઓ સંપૂર્ણ પ્રક્રિયા જાણ્યા વગર જ વિદેશીની ધરતી પર ડોલર કમાવવા માટે ઉપડી પડે છે. પરંતુ ઘણી વખત આ વિદેશ જવાની ગાંડી ઘેલસા મોતના દરવાજા સુધી પણ ઢસડી જાય છે. હાલ એક ઘટના કેનેડામાં એવી ઘટના સર્જાઈ હતી કે, 'માતા-પિતાને રડવાનો વારો આવ્યો હતો.

Advertisement

કેનેડામાં ગુજરાતીનું મોત
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મોટી કરોડ ગામના વિદ્યાર્થીનું કેનેડામાં એમના ઘરનાં ગેરેજમાં મુકેલી કારમાં મત્યું થયું હોવાનું સામે આવ્યું છે. કાર ચાલુ રહી જતા કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધી જતા આ દુર્ઘટના ઘટી હતી. વિદેશમાં ફાયર સેફટીની સંપૂર્ણ માહિતી ન હોવાના કારણે દુર્ઘટના બની હોવાનું કારણ સામે આવી રહ્યું છે. ઘટનામાં કુલ છ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં નવસારીના એક વિદ્યાર્થીનું મોત થયું છે.

Advertisement

અગાઉ ત્રણ ગુજરાતીઓના કેનેડામાં મત્યુ થયા હતા
માત્ર વિદેશમાં જવાનો મોહ એકબાજુ મુકીએ અને વાસ્તવિક સ્થિતિ ઉપર પણ જો નજર કરીએ તો કેનેડામાં એપ્રિલથી જૂન મહિનાની અંદર 3 ગુજરાતી વિદ્યાર્થીના મૃત્યુ થયા હોવાનું સામે આવી રહ્યું છે. વિચિત્ર કહી શકાય એવો યોગાનુયોગ એ છે કે ત્રણેયના મૃત્યુ ડૂબી જવાથી થયા અને રહસ્યમય સંજોગોમાં જ ત્રણેયના મૃતદેહ હાથ લાગ્યા. કેનેડાની સ્થાનિક પોલીસ ભલે આ અપમૃત્યુ પાછળ કોઈ ગુનાહિત એંગલનો ઈન્કાર કરી રહી છે.

પરંતુ જે સંજોગોમાં વિદ્યાર્થી મૃત્યુ પામ્યા તે સામાન્ય તો નહતું જ તેમા બે મત નથી. વિદેશમાં જતા ગુજરાતીઓ આખરે ફસાઈ કેમ જાય છે.. આ પાછળ ગેરકાયદે વિદેશ પ્રવેશનો ખતરનાક ટ્રેન્ડ જવાબદાર બન્યો છે કે પછી વિદેશમાં અસ્તિત્વનો સંઘર્ષ વધુ ઘેરો બની ગયો છે. ગુજરાતીઓ વિદેશમાં ન ફસાય અને ગેરકાયદે વિદેશ પ્રવેશનો ટ્રેન્ડ બંધ થાય તે માટે દરેક સ્તરે કયા પ્રકારના પ્રયત્નો હાથ ધરવા જોઈએ.

Advertisement

Advertisement
Tags :
Next Article