For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

જીવનની અંતિમ પરીક્ષા! બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીને અચાનક જ આંબી ગયું મોત, જાણો સમગ્ર મામલો

04:43 PM Mar 23, 2024 IST | V D
જીવનની અંતિમ પરીક્ષા  બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીને અચાનક જ આંબી ગયું મોત  જાણો સમગ્ર મામલો

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં હોસ્ટેલમાંથી બોર્ડની પરીક્ષા આપવા નીકળેલા ધો.12ના વિદ્યાર્થીની ચક્કર આવી પડતા તબિયત લથડી હતી. સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. જેને લઈને મૃતદેહને ઇડર સિવિલ હોસ્પિટલમાં(Sabarkantha News) ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

17 વર્ષિય પ્રણયસિંહ ચૌહાણ નામના વિદ્યાર્થીનું મોત
આ અંગેની માહિતી અનુસાર, ઈડરના કાનપુર ગામના કિરીટસિંહ તેજસિંહ ચૌહાણ રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને જેમનો દીકરો ઇડરમાં ટાઉન હોલ પાસેની ઉમા હોસ્ટેલમાં પ્રણય કિરીટસિંહ ચૌહાણ રહીને ધો 12માં ઈડર કે.એમ.પટેલ વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતો હતો. હાલમાં બોર્ડની ચાલી રહેલા ધોરણ 12ની પરીક્ષાનું આજે છેલ્લું પેપર સંસ્કૃતનું હતું. ત્યારે આ વિદ્યાર્થી શુક્રવારે બપોરે 3 વાગ્યે ઉમા હોસ્ટેલથી પરીક્ષા આપવા નીકળ્યો હતો.આ પહેલાં વિદ્યાર્થીને ચક્કર આવતા પડી ગયો હતો. જેને લઈને તાત્કાલિક સારવાર અર્થે ઈડરની લાઈફ લાઇન હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. જે બનાવ હોસ્ટેલમાં બન્યા બાદ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં મોત થતા ઇડર સિવિલમાં મૃતદેહને લઇ જવામાં આવ્યો હતો.

Advertisement

ઇડર સિવિલ હોસ્પિટલ પર શિક્ષકોના ટોળેટોળા ઉમટ્યા
આ ઘટના બાદ વિદ્યાર્થીના મૃતદેહને ઇડર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં શિક્ષકોના ટોળેટોળા સ્થળ પર ઉમટ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોક વ્યાપી ગયો છે.

Advertisement

ઇડર પોલીસને જાણ કરી પીએમ અર્થે મૃતદેહ મોકલ્યો
આ અંગે સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી મિતા ગઢવીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ધો 12માં સંસ્કૃત વિષયનું પેપર હતું, પરંતુ મૃત્યુ પામેલા વિધાર્થી પ્રણય આજે પેપર આપવા આવ્યો ન હતો. જે બનાવ હોસ્ટેલમાં બન્યા બાદ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં મોત થતા ઇડર સિવિલમાં મૃતદેહને લઇ જવામાં આવ્યો હતો. આ અંગે ઇડર સિવિલના ડો. ગજેન્દ્ર ગઢવીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ઇડરની લાઈફ લાઇન હોસ્પિટલમાંથી મૃત વિધાર્થીને ઇડર સિવિલમાં લાવવામાં આવ્યો હતો. આ અંગે ઇડર પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસ કાર્યવાહી કરે ત્યાર બાદ પીએમની કાર્યવાહી હાથ ધરાશે. મોતનું કારણ પણ પીએમ થયા બાદ જાણવા મળશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement