Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

સુરતમાં નાનો બાળક બાઈક ચલાવતો જોવા મળ્યો- જુઓ લાપરવાહીની હદ્દ વટાવતો વિડીયો

04:24 PM Mar 30, 2024 IST | V D

Surat Viral Video: સામાન્ય રીતે મોટાભાગના કિસ્સાઓમાં માતા-પિતા પોતાના નાના બાળકોને વાહન આપતા નથી. જોકે, ઘણીવાર તમે જોયું જ હશે કે ઘરના જ કોઇ વડીલ નાના બાળકના હાથમાં વાહનનું સ્ટીયરિંગ આપી દે છે.જેના કારણે પોતાની સાથે અન્ય લોકોના પણ જીવ જોખમમાં મૂકે છે.ત્યારે આવું એકવાર ફરી(Surat Viral Video) જોવા મળ્યું છે. જણાવી દઇએ કે, સુરતના અઠવા ગેટ વિસ્તારમાં એક નાના બાળકનો બાઈક ચલાવતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે, આ બાળકની પાછળ એક શખ્સ બેઠો છે, જે જોઇ રહ્યો છે કે બાળકના હાથમાં સ્ટીયરિંગ છે, જેની એક નાની ભૂલ એક મોટા અકસ્માતને આમંત્રણ આપી શકે છે.

Advertisement

નાના બાળકના હાથમાં આપી દીધું બાઈકનું સ્ટીયરિંગ
બાઈકની પાછળ બેઠેલો શખ્સ એટલો બિંદાસ્ત બેઠો છે કે જાણે બાઈક કોઇ નાનુ બાળકની પણ કોઇ યંગસ્ટર ચલાવતો હોય. આ લાપરવાહીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો કથિત રીતે નાનપુરા વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. નાના બાળકને સ્ટીયરિંગ આપી પાછળ શાંતિથી બેઠેલા શખ્સનો વીડિયો એક જાગૃત નાગરિકે ઉતાર્યો છે. આ 13 સેકન્ડના વીડિયોમાં Honda Dream Yuga બાઈક નંબર GJ 05 KC 4315 પર નાના બાળકને જોઇ એક સમયે તમે પણ ચોંકી જશો. સૌથી મહત્વનું છે કે, જે શખ્સે તેને સ્ટીયરિંગ આપ્યું છે તેને તે પણ ડર નથી કે બાળકની એક નાની ભૂલ મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકે છે.

8 મહિના પહેલા પણ આવો જ એક વીડિયો થયો હતો વાયરલ
ઉલ્લેખનીય છે કે, સુરતમાં બાઈક પર સ્ટંટ કરતા વીડિયો તમે ઘણીવાર જોયા જ હશે. ત્યારે આ પહેલા પણ સુરતના જ એક બ્રિજ પરનો વીડિયો વાયરલ થયો હતો જેમા પણ એક નાના બાળકના હાથમાં મોપેડનું સ્ટીયરિંગ આપી દેવામાં આવ્યું હતું. આ ઘટના 8 મહિના પહેલાની છે. એક પિતા મોપેડ લઈને જઈ રહ્યા છે અને આગળ એક નાનું બાળક છે જેને ઊભું રાખ્યું છે. એટલું જ નહીં, તેમણે આ નાના બાળકને મોપેડ ચલાવવા આપ્યું છે. જોકે આ સમગ્ર ઘટનાનો વીડિયો પાછળ આવતા વાહનચાલકે ઉતારી વાયરલ કર્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થતા આવા વીડિયો પર સ્થાનિક પોલીસનું ધ્યાન જશે અને તેઓ કોઇ કડક કાર્યવાહી કરશે તે હવે જોવું રહ્યું.

Advertisement

નાનપુરા ટીએન્ડટીવી વિસ્તારનો વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેના આધારે અગાઉ જે રીતે કાર્યવાહી થઈ છે તે પ્રમાણે કાર્યવાહી થાય તેવી માગ કરાઈ છે.

Advertisement
Advertisement
Next Article