Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

પુરપાટ ઝડપે આવી રહેલી કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત; એક જ પરિવારના 6 લોકોના મોતથી છવાયો માતમ

06:43 PM Apr 10, 2024 IST | V D

Madurai Accident: તમિલનાડુમાંથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના તિરુમંગલમમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના છ લોકોના મોત થયા છે. જ્યારે આ અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.ત્યારે આ અકસ્માત અંગે પોલીસને જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તમામ મૃતદેહોનો(Madurai Accident) કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને બંને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Advertisement

6 લોકોના કમકમાટીભર્યા મોત
આ અકસ્માતની મળતી માહિતી મુજબ,તમામ મૃતકો પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપીને તિરુનેલવેલીથી મદુરાઈમાં તેમના ઘરે જઈ રહ્યા હતા.એક કાર કાબૂ બહાર ગઈ હતી અને ટુ-વ્હીલર સાથે અથડાઈ હતી.જે બાદ ટક્કર બાદ કાર સ્થળ પર જ પલટી ગઈ હતી, જેમાં કારમાં સવાર છ લોકોના મોત થયા હતા. મૃત્યુ પામેલાઓમાં બે બાળકો પણ સામેલ છે.

પોલીસે કરી કાર્યવાહી
આ અકસ્માત બાદ કલ્લીકુડી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ કારમાં સવાર પરિવારના તમામ સભ્યો થલાવાઈપુરમના મરિયમમાન મંદિરમાં આયોજિત ઉત્સવમાં ભાગ લેવા માટે મદુરાઈ આવી રહ્યા હતા. નોંધનીય છે કે આ પહેલા તિરુપુર જિલ્લાના વેલ્લાકોવિલ પાસે કાર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. આજે મદુરાઈ પાસે એક અકસ્માતમાં 6 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

Advertisement

અકસ્માતના પગલે ચકચાર મચી ગઈ
આ અકસ્માતમાં કારમાં સવાર 5 લોકો અને બાઇક સવારનું મોત થયું છે. મૃત્યુ પામેલાઓમાં કાનાગવેલ, તેમની પત્ની કૃષ્ણકુમારી, પુત્રવધૂ નાગજ્યોતિ અને બે બાળકોનો સમાવેશ થાય છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક બાળકીનું મોત થયું હતું. આ માર્ગ અકસ્માતમાં ટુ-વ્હીલર પર સવાર જામફળ વેચનાર પાંડીનું પણ મોત થયું હતું. આ અકસ્માત બાદ કલ્લીકુડી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Next Article