Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

કામરેજમાં બે દીકરીઓને ઝેરી દવા પીવડાવી માતાએ પણ કર્યો આપઘાત- કારણ જાણી તમે ચોંકી જશો

01:00 PM Feb 26, 2024 IST | V D

SuratNews: સુરતના કામરેજ તાલુકામાં કાળજું કંપાવી દે તેવી એક ઘટના સામે(SuratNews) આવી છે. એક પરપ્રાંતીય મહિલાએ પોતાની માસૂમ ફૂલ જેવી 2 દીકરીઓને ઝેર પીવડાવી મારી નાખી અને બાદમાં પોતે પણ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે.ત્યારે આ ઘટનાને લઇ મહિલાના પિયરપક્ષના લોકોએ આરોપ લગાવ્યો છે કે તેના સાસરીયાઓ દહેજ માટે ત્રાસ આપતા હતા.ત્યારે પોલીસે સમગ્ર મામલે હાલ હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

2 દીકરીઓની હત્યા કરી માતાએ પણ ફાસો ખાઈ આપઘાત કર્યો
કામરેજ તાલુકાના હલદરૂ ગામે કળિયુગની માતાનું એક પરાક્રમ સામે આવ્યું છે. જો આ અંગે વિગતવાર વાત કરીએ તો હલદરૂના શુભમ રો-હાઉસમાં રહેતી અનન્યા મિશ્રાએ ગઈકાલે પોતાના ઘરે સાંજના સમયે એકલી હતી તે દરમિયાન પોતાની બે માસુમ દીકરીઓ એક 2 વર્ષ 7 માસ અને બીજી 11 માસની હતી તેને કોઈ ઝેરી પ્રવાહી પીવડાવી મોટને ઘાટ ઉતારી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ પંખા સાથે લટકી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

માઠું લાગી આવતા મહિલાએ પગલું ભર્યું હોવાનું અનુમાન
આ મહિલાએ આ પગલું કેમ ભર્યું એ સૌથી મોટો સવાલ છે.આ અંગે મૃતકના બાળકીઓના પિતા અને મહિલાના પતિનું માનીએ તો ઘરમાં શુભ પ્રસંગ હોવાને લઇ ઘરમાં તૈયારીઓ ચાલી રહી હતી. ગઈકાલે મૃતક મહિલાએ 500 રૂપિયા પોતાના પતિ પાસે માંગ્યા હતા. પરંતુ પતિએ પૈસાની શુ જરૂર છે કહેતા માઠું લાગી આવતા મહિલાએ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Advertisement

પતિ અવારનવાર મૃતક મહિલા સાથે મારપીટ કરતો
ઘટનાની જાણ થતાં મુંબઇ ખાતે રહેતા મૃતક મહિલાના પરિવારજનો પણ કામરેજ ખાતે પહોંચ્યા હતા. મહિલાના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે,મૃતક મહિલાના સસરિયાઓ મહિલાને દહેજ માટે ખુબ જ ત્રાસ આપતા હતા. અગાઉ પણ પોતાની જમીન વેચી મૃતક મહિલાના પતિને ચાર લાખ રૂપિયા આપ્યા હતા અને મૃતક મહિલાનો પતિ અવારનવાર મૃતક મહિલા સાથે મારપીટ કરતો અને પિયર મોકલી આપતો હતો. મૃતક મહિલાના પરિવારજનો માંગ કરી રહ્યા છે કે પોલીસ નિષ્પક્ષ તપાસ કરે અને મૃતક મહિલાના પતિ વિરુદ્ધ ગુનો નોંધી કડકમાં કડક કાર્યવાહી કરે.

Advertisement
Advertisement
Tags :
Next Article