For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરતમાં મહંત સ્વામી મહારાજની નિશ્રામાં ઉજવાયો ભવ્ય યુવાદિન

07:13 PM Jan 01, 2024 IST | V D
સુરતમાં મહંત સ્વામી મહારાજની નિશ્રામાં ઉજવાયો ભવ્ય યુવાદિન

Yuva Shibir 2023: સુરત વિશ્વ વંદનીય સંત પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ સુરત Knadaના આંગણે ભક્તોને લાભ આપી રહ્યા છે. એ દરમ્યાન કણાદ ખાતે "પ્રાપ્તિ"  મધ્યવિચાર સાથે સમગ્ર સુરત શહેરના વિવિધ વિસ્તારના 3500થી પણ વધુ યુવક-યુવતીઓએ આ શિબિર(  Yuva Shibir 2023 ) નો લાભ પ્રાપ્ત લીધો હતો. જેમાં રવિવારની સત્સંગ સભામાં યુવાદિનની વિશિષ્ટ ઉજવણીમાં યુવાનોની પ્રતિભા નિખરી ઉઠી હતી. આ શિબિરમાં 3500થી   વધુ યુવા યુવતીઓએ દેશ-ભક્તિ, સમાજ સેવા અને પર્યાવરણ રક્ષા માટે મહંતસ્વામી મહારાજ સમક્ષ કટીબદ્ધ દાખવી હતી.

Advertisement

3500 થી વધુ યુવા યુવતીઓની શિબિર યોજાઇ
ભારતની સંપ્રભુતા અને ભારતના કાર્યને દુનિયાભરના દેશો માની રહ્યા છે, તેનું એક પ્રબળ કારણ ભારતનું યુવાધન છે. ભારતમાં જે સંખ્યામાં યુવાનો છે અને આ યુવાનો વિશ્વને જે નવીનતમ ભેટ આપે છે તેને કોઇ નકારી શકે તેમ નથી. યુવાનોની આવી વિશાળ આંતરિક શક્તિને BAPS સ્વામિનારાયણ સંસ્થા અને મહંતસ્વામી મહારાજ હર હંમેશ પ્રોત્સાહિત કરતા રહ્યા છે. સુરતના યુવાનો પોતાના વિચાર વર્તનથી કેવી રીતે પરિવાર, સમાજ, દેશ અને પર્યાવરણને અનુરૂપ થાય તે હેતુથી મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી કણાદ ખાતે 30-31 ડિસેમ્બરના રોજ 3500 થી વધુ યુવા યુવતીઓની શિબિર યોજાઇ હતી.

Advertisement

આ શિબિરમાં સંસ્થાના વિદ્વાન સંતો દ્વારા ઊજ્જવળ કારકિર્દી માટે, પ્રામાણિકતાના મૂલ્યો સમજાવવામાં આવ્યા હતા. શિબિરમાં યુવાનોને ધ્યાનમાં રાખીને આધુનિક્તમ વિચારોના વર્કશોપ, દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો દ્વારા પ્રેરણાત્મક સંવાદો દ્વારા યુવા-યુવતીઓને પ્રેરણા પુરી પાડવામાં આવી હતી. ઉપરાંત યુવા અવસ્થામાં સંયમ સાથે કેવી રીતે પ્રગતિ કરી શકાય, તંદુરસ્તી માટે શું કરી શકાય તે અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. આ શિબિરમાં સૌથી વધુ ધ્યાનાકર્ષક બાબત એ હતી કે, 3500 જેટલા યુવા યુવતીઓએ દેશ-ભક્તિ, સમાજમાં જયારે જ્યારે પણ જરૂર પડે ત્યારે સમાજ સેવા માટે કાર્ય કરવા અને પર્યાવરણની રક્ષા માટે કાર્ય કરવા કટીબદ્ધતા દાખવી હતી.

Advertisement

રવિવારે યોજાયેલી સભામાં યુવાઓ દ્વારા યુવાદિનની ઉજવણી કરવામાં આવી હતી. હજારો ભક્તોની ઉપસ્થિતિમાં હાજર યુવાનોએ આધુનિક ટેકનોલોજીનો ખોટો ઉપયોગ બંધ કરી, અટકાવી સંસ્કૃતિના મૂલ્યો મૂજબ મોબાઇલ સહિત સોશ્યલ મીડીયાના ઉપયોગ કરવા માટે પ્રણ લીધા હતા. સભામાં મહંતસ્વામી મહારાજે યુવાનો પર અમીવર્ષા પાઠવી ઉત્કૃષ્ઠ જીવન જીવવા માટેના મંત્રો પાઠવ્યા હતા. પ.પૂ. મહંતસ્વામી મહારાજના સુરત રોકાણ અંતર્ગત આગામી મંગળવારથી દરરોજ સવારે મહંતસ્વામી મહારાજની પ્રાતઃપૂજાના દર્શન ભક્તોને પ્રાપ્ત થનારા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement