For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગુજરાત યુનિવર્સિટીની ગંભીર બેદરકારી: બીજા દિવસની પરીક્ષાનું પેપર એક દિવસ વહેલું ખોલી નાખ્યું, જાણો સમગ્ર મામલો

06:11 PM Apr 04, 2024 IST | Chandresh
ગુજરાત યુનિવર્સિટીની ગંભીર બેદરકારી  બીજા દિવસની પરીક્ષાનું પેપર એક દિવસ વહેલું ખોલી નાખ્યું  જાણો સમગ્ર મામલો

Gujarat University Exam: ગુજરાત યુનિવર્સિટી દ્વારા અવાર-નવાર છબરડા સર્જાતા હોવાનું અગાઉ સામે આવી રહ્યું છે. આજે ફરીએકવાર ગુજરાત યુનિવર્સિટી દ્વારા મોટો છબરડો સર્જાયો (Gujarat University Exam) હોવાનું સામે આવ્યું છે. જેને કારણે વિદ્યાર્થીઓમાં ડર છવાઇ ગયો છે.

Advertisement

B.sc સેમેસ્ટર 6ની પરીક્ષામાં છબરડો
ગુજરાત યુનિવર્સિટીની B.sc સેમેસ્ટર 6ની પરીક્ષામાં છબરડો સામે આવી રહ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને આવતીકાલનું પેપર આજે આપી દેવામાં આવ્યું હતું. વિષય કોડમાં ભૂલને કારણે સમગ્ર પેપર બદલવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને 308 નંબરનું પેપર આપવાનું હતું, તેના બદલે 309 નંબરનું પેપર આપી દેવામાં આવ્યું હતું.

Advertisement

Advertisement

ભૂલ સુધારવા માટે વિદ્યાર્થીઓને હાથથી લખેલું પેપર આપી દેવાયું
યુનિવર્સિટીને પોતાની ભૂલ સમજાતા યુનિવર્સિટી તંત્ર દોડતું થઇ ગયું હતું. અને ભૂલ સુધારવા માટે વિદ્યાર્થીઓને હાથથી લખેલું પેપર આપી દેવામાં આવ્યું હતું. આ બધામાં જે સમય બગડ્યો તેને કારણે વિદ્યાર્થીઓને પેપરના સમયમાં દોઢ કલાકનો વધારો કરવામાં આવ્યો હતો.યુનિવર્સટીની આ ગંભીર ભૂલને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અને યુનિવર્સિટીની આ ક્ષતિ ચર્ચાનો વિષય બની હતી.

અગાઉ BSCની ઉત્તરવહી ગુમ થઈ હતી
NSUIના નેતા વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં એક બાદ એક કૌભાડ સામે આવી રહી છે. અગાઉ Bscની ઉત્તરવહી ગુમ થઈ હતી ત્યારપછી હવે પેપરમાં છબરડો સામે આવી રહ્યો છે. યુનિવર્સિટી સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત છે. આજના છબરડા અંગે યુનિવર્સિટીના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવી જોઇએ અને રાજીનામું લઈ લેવું જોઈએ.

Advertisement

Tags :
Advertisement
Advertisement