For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

પ્રેમમાં પડતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: કાપોદ્રાના રત્નકલાકારે યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સબંધો બાંધ્યા

11:02 AM Feb 03, 2024 IST | V D
પ્રેમમાં પડતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો  કાપોદ્રાના રત્નકલાકારે યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સબંધો બાંધ્યા

Surat News: ફરી એકવાર પ્રેમમાં પડતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.જેમાં સુરતના(Surat News) કાપોદ્રા વિસ્તારમાં એક રત્ન કલાકાર અને યુવતી પ્રેમ સંબંધમાં આવ્યા હતા.જે બાદ રત્ન કલાકારે યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સબંધો બાંધ્યા હતા.પરંતુ તે પોતાની વાત પર અડગ ન રહી બીજે સગાઇ કરી લેતા યુવતીએ આ અંગે પોલીસ મથકમાં રત્ન કલાકાર રેપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Advertisement

યુવતીને ભોળવી બાંધ્યો શારીરિક સબંધ
કાપોદ્રામાં રત્નકલાકારે યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી બીજી જગ્યાએ સગાઈ કરી લેતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. કાપોદ્રા પોલીસે યુવતીની ફરિયાદ લઈ યુવક સામે બળાત્કારનો ગુનો નોંધ્યો છે.કાપોદ્રામાં રહેતી 24 વર્ષની યુવતી બે વર્ષ પહેલા હીરાના કારખાનામાં કામ કરતી તે વખતે ત્યાં કામ કરતા અમર દુધરેજીયા સાથે પ્રેમ થયો હતો.

Advertisement

અમરે યુવતી જોડે લગ્ન કરવાની વાત કરી મિત્રના ઘરે વિશાલનગર સોસાયટીમાં, પુણા પાટિયા ડીંડોલી રોડ પર મોલમાં એક હોટેલમાં અને બાપા સીતારામ ચોક યોગીચોક પાસે સીલ્વર હોટેલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો હતો.

Advertisement

છેલ્લા બે વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા
આ યુવક અને યુવતીનો સબંધ છેલ્લા બે વર્ષથી ચાલતો હતો.યુવતીને લગ્ન કરવાના સપના બતાવી અમરે બાદમાં બીજી છોકરી સાથે સગાઈ કરી લીધી હતી. આ વાતની જાણ થતા યુવતી તેના ઘરે પહોંચી ગઈ હતી. યુવકે યુવતી જોડે ઝઘડો કર્યો હતો. જેના કારણે મામલો કાપોદ્રા પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે અમર મુળદાસ દૂધરેજીયા(27)(રહે,રવિ પાર્ક સોસા,કાપોદ્રા)ની સામે બળાત્કારનો ગુનો નોંધ્યો છે. આરોપી હાલમાં ભાગી ગયો છે.આરોપી અને યુવતી બંને એક સાથે હીરાના કારખાનામાં કામ કરતા હોય આંખ મળી હતી.

બે વર્ષના પ્રેમસંબંધમાં તે યુવતીને અવાર નવાર પોતાના ઘરે બોલાવી અને ક્યારેક હોટેલમાં જય શરીર સંબંધ બાંધ્યો હતો.પરંતુ યુવતીએ લગ્ન કરી લેવાનું કહેતા યુવકએ બહાનું બનાવી ના પડી દેતા મામલો આખરે પોલીસ મથક પહોંચ્યો હતો.

Advertisement

Tags :
Advertisement
Advertisement