Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો યથાવત, જાણો ક્યાં કેટલું રહેશે તાપમાન અને હવામાન વિભાગની નવી આગાહી

05:29 PM Feb 23, 2024 IST | V D

Weather Forecast: હાલમાં રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.સવારમાં ઠંડીનો અનુભવ(Weather Forecast) થાય છે,તો બપોરે ગરમીનો અહેસાસ થાય છે.ત્યારે તેની વચ્ચે હવામાન વિભાગએ આગાહી કરી છે કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. તેમજ 3 દિવસ તાપમાન યથાવત રહેશે. જ્યારે 3 દિવસ બાદ તાપમાનમાં સામાન્ય વધારો થવાની શક્યતા છે.તેમજ રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. વહેલી સવારમાં અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રી કરતા ઓછું જોવા મળ્યું હતું.

Advertisement

28-29 તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે
હવામાન વિભાગના વૈજ્ઞાનિકએ જણાવ્યું હતું કે,આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહશે અને વરસાદની કોઇ સંભાવના નથી. આગામી બે દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય અને ત્રીજા દિવસથી વાતાવરણમાં થોડો વધારો જોવા મળી શકે છે.તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીમાં તારીખ 24, 25 અને 26માં વાદળછાયુ વાતાવરણ રહેશે તેવું જણાવ્યુ છે. 28-29 તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર છેક માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા છે તેવું પણ આગાહીમાં જણાવ્યુ છે.

ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ત્રણથી પાંચ ડિગ્રી તાપમાનમાં ઘટાડો
આ સાથે તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ત્રણથી પાંચ ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદના તાપમાનમાં 5 ડીગ્રીનો ઘટાડો નોધાયો છે. અમદાવાદમાં 14 ડીગ્રી તાપમાન નોંધાયું હતુ ત્યારે ગુરુવારે 19.7 ડીગ્રી તાપમાન નોંધાયુ હતુ. ગાંધીનગરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જ્યારે ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 8.8 ડિગ્રી સેલ્શિયસ નોંધાયુ હતુ.

Advertisement

અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગરમી પડશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યુ છે કે, 24, 25 અને 26માં વાદળવાયું આવશે. 28-29 તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર છેક માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા રહેશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, માર્ચ મહિનાની ચોથી તારીખથી વધુ ગરમી પડશે. આ ગરમીના કારણે અરબ સાગરનો આવતો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થવાની સંભાવના રહેશે. માર્ચના પ્રથમ પંદર દિવસ તો મધ્ય ગુજરાતમાં વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા રહેશે.

અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગરમી પડશે. દરિયાકાંઠે પવન ઉત્તર તરફથી 15થી 20ની પ્રતિકલાકની સ્પીડે પવન ફૂંકાશે. આ સાથે જમીન પર પણ હવા ઉત્તરથી જ ફૂંકાશે. જેનાથી તાપમાનમાં થોડો ધટાડો નોંધાશે. ત્રીજા દિવસે 48 કલાક બાદ હવાની દિશા ઉત્તરની જગ્યા પૂર્વ તરફની થશે જેને કારણે તાપમાન વધશે.

Advertisement

કમોસમી વરસાદની આગાહી
અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહીમાં જણાવ્યુ કે, તારીખ 7, 8 અને 9 માર્ચ ત્યાર બાદ 11થી 14 તારીખ દરમિયાન હવામાનમાં પલટો આવશે. માર્ચ મહિનાના પ્રથમ પંદર દિવસમાં હવામાનમાં પલટો આવતાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે. કમોસમી વરસાદ થશે. કરા પડવાની શક્યતા રહેશે. માર્ચ મહિનામાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે કચ્છના ભાગો, ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના અમુક ભાગમાં વરસાદ થઇ શકે છે. બનાસકાંઠાના ભાગો, કચ્છના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા વધુ રહેશે.

Advertisement
Tags :
Next Article