For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

થાઈ ગર્લનો વિવાદ હજુ પૂરો નથી થયો, ત્યાં સુરતની સ્મીમેર હોસ્પિટલનો એક ડૉક્ટર દારૂના નશામાં ઝડપાયો

03:53 PM Jun 13, 2024 IST | Drashti Parmar
થાઈ ગર્લનો વિવાદ હજુ પૂરો નથી થયો  ત્યાં સુરતની સ્મીમેર હોસ્પિટલનો એક ડૉક્ટર દારૂના નશામાં ઝડપાયો

Surat Smimer Hospital: સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. થાઈ ગર્લનો વિવાદ હજી સુધી પત્યો નથીને વધુ એક વિવાદ સામે આવ્યો છે. પાલિકાની(Surat Smimer Hospital) ટીમે અચાનક જ હોસ્ટેલમાં સુપ્રાઈઝ ચેંકીંગ હાથ ધરતા એક તબીબ નશાની હાલતમાં ઝડપાયો હતો.

Advertisement

પાલિકાની ટીમ દ્વારા તેને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. પોલીસે તબીબ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્મિમર હોસ્પિટલના વિવાદ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. રેસિડેન્ટ ડોક્ટર દ્વારા મોજ શોખ માટે થાઈ ગર્લ બોલાવવાના મામલામાં હજુ તો તપાસ પૂર્ણ થઈ નથી ત્યાં વધુ એક ડોક્ટર દારૂના નશામાં ઝડપાયો છે. ડેપ્યુટી કમિશનર, માર્શલ ટીમ, હોસ્ટેલના ડીન સહિતની ટીમે મધરાતે હોસ્ટેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું.

Advertisement

જેમાં ફોરેન્સિક વિભાગના ડોક્ટર મૃગેશ નલવાયા પોતાની રૂમમાં દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું. પાલિકાની ટીમે તબીબીને પોલીસને સોંપવામાં આવ્યો છે. મેડિકલ તપાસ કરાવતા દારૂનો નશો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

Advertisement

ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ તાજેતરમાંજ વિવાદમાં આવી હતી. જેમાં ઋત્વિક દરજી નામનો તબીબ હોસ્પિટલના બોયઝ હોસ્ટેલમાં થાઇ ગર્લ બોલાવી હતી. જો કે થાઈ ગર્લ સાથે કોઇ કારણોસર  વિવાદ થતા તબીબે થાઇ ગર્લને તમાચો મારી દીધો હતો. અને આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને તબીબના રંગરેલીયાના ભાંડો ફૂટ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement