For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

શિકારી પોતે જ બની ગયો શિકાર- મગરે પાણી પી રહેલા ચિત્તા પર અચાનક જ કર્યો હુમલો- જુઓ વિડીયો

06:45 PM Feb 05, 2024 IST | V D
શિકારી પોતે જ બની ગયો શિકાર  મગરે પાણી પી રહેલા ચિત્તા પર અચાનક જ કર્યો હુમલો  જુઓ વિડીયો

Crocodile v/s Leopard Viral Video: ચિત્તો હોય કે મગર,બંને ભયંકર શિકારીઓ છે. બંને જાનવરોના નામ સાંભળતા જ લોકોના રુંવાટા ઉભા થઇ જાય છે અને લોકો પણ તેમનાથી દૂર રહેવાનું પસંદ કરે છે. અને જો કોઈ આકસ્મિક રીતે તેમની સામે આવી જાય, તો તેના માટે બચવું અશક્ય છે. તમે ઈન્ટરનેટ પર આવા ઘણા વીડિયો જોયા હશે જેમાં ચિત્તો અન્ય પ્રાણીઓનો શિકાર કરતો જોવા મળે છે. આ સિવાય તમે મગરોને મોટા મોટા પ્રાણીઓનો પણ શિકાર કરતા જોયા હશે.ત્યારે આ વીડિયોમાં પાણી પી રહેલા ચિત્તા(Crocodile v/s Leopard Viral Video) પર મગર પાણીમાંથી અચાનક હુમલો કરે છે અને તેની ગરદન પકડી લે છે. આ વિડીયો ઈન્ટરનેટ પર જબરદસ્ત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો જોવામાં એટલો ડરામણો છે કે તે તમને હંફાવી દેશે.

Advertisement

રુંવાટા ઉભો કરી દેતો વિડીયો વાઇરલ
વાસ્તવમાં, આ વીડિયોમાં મગર પાણી પી રહેલા ચિત્તાનો શિકાર કરતો જોવા મળે છે. તે વીજળીની ઝડપે ચિત્તા પર હુમલો કરે છે. આવી સ્થિતિમાં ચિત્તાને સ્વસ્થ થવાનો અને વિચારવાનો સમય મળતો નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે પાણી પી રહેલા ચિત્તા પર મગર પાણીમાંથી અચાનક હુમલો કરે છે અને તેની ગરદન પકડી લે છે. પછી તે તેને પાણીની નીચે ખેંચી જાય છે. આ સમય દરમિયાન, ચિત્તાના અન્ય સાથીઓ તે જ કિનારે ઉભા છે અને શું થયું તે જોઈ રહ્યા છે, તેમનો સાથી પાણીની નીચે ક્યાં ગાયબ થઈ ગયો.

Advertisement

હજારો લાઇક્સ મળી
રુંવાડા ઉભા કરી દે તેવો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @TheBrutalNature નામની ID સાથે શેર કરવામાં આવ્યો છે. માત્ર 23 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં એક લાખ 1 લાખ 68 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

Advertisement

લોકોએ આપી અવનવી પ્રતિક્રિયા
વીડિયો જોયા પછી, લોકોએ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કોઈ કહે છે કે, ‘મગર વાસ્તવમાં ગોડઝિલા છે.’, તો કોઈ કહે છે કે, ‘શિકારી પોતે જ શિકાર બની ગયો.’ એ જ રીતે અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘મગરનો શિકાર આસાનીથી જ નથી કર્યો, પરંતુ આ પરફેક્ટ એટેકિંગ મોડને શીખવામાં ઘણા વર્ષો લાગ્યા છે.’

Advertisement

Tags :
Advertisement
Advertisement