For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરત/ માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો! 3 વર્ષના બાળકની અન્નનળીમાં સિક્કો ફસાઈ જતાં જીવ હાથમાં આવી ગયો...

12:54 PM Feb 09, 2024 IST | V D
સુરત  માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો  3 વર્ષના બાળકની અન્નનળીમાં સિક્કો ફસાઈ જતાં જીવ હાથમાં આવી ગયો

Surat News: સુરતમાં માતા-પિતા માટે એક ચેતવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે, પાંડેસરામાં બુધવારે રાતે ૩ વર્ષીય બાળક(Surat News) રમતા રમતા 5 રૂપિયાનો સિક્કો ગળી જતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે.જ્યાં તબીબોએ અન્નનળીમાં ફસાયેલા સિક્કાને સાવધાનીપૂર્વક બહાર કાઢ્યો હતો.

Advertisement

3 વર્ષીય બાળક સિક્કો ગળી જતા અન્નનળીમાં ફસાયો
નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં ભક્તિનગરમાં રહેતો ૩ વર્ષીય સાગર સોની બુધવારે રાતે ઘરમાં પાંચનો સિક્કો રમતો હતો. તે વખતે બાળકની સિક્કો ગળી ગયો હતો. બાદમાં તેના પરિવારજનો જાણ થતા ગભરાઇ ગયા હતા. જોકે તેઓ જાતે સિક્કો કાઢવાની કોશિષ કરી હતી. પણ નહી નીકળતા મોડી રાતે બાળકને નવી સિવિલમાં લઇ આવ્યા હતા. ઇએનટી વિભાગના વડા જૈમિન કોન્ટ્રાકટર અને ટીમે દુરબીનનો ઉપયોગ કરીને અડધો કલાકમાં સિક્કો બહાર કાઢી લીધો હતો. બાળકની અન્નનળીમાં સિક્કો ફસાઇ ગયો હતો. જોકે સમયસર કાઢવામાં નહી આવે તોે અન્નનળીને નુક્સાન થઇ શકે છે.

Advertisement

આ અગાઉ પણ અનેકવાર આવી ઘટના આવી સામે
અગાઉ રાજકોટમાં દોઢ વર્ષનું બાળક એક મહિનાથી બીમાર હતું. જેથી તેને તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. નિદાન કરતા શ્વાસનળીમાં સીંગદાણો ફસાયો હોવાનું ખુલ્યું હતું. ડોક્ટરે દૂરબીનથી ઓપરેશન કરી સીંગદાણો બહાર કાઢી બાળકનો જીવ બચાવ્યો હતા.

Advertisement

તબીબોનું કહેવું છે જો કે બાળકના સિક્કા ગળવાના કેસ ખૂબ જ ગંભીર હોય ઘણી વાર સિક્કો અન્નનળીમાં ફસાવવાથી શ્વાસ લેવામાં ઓન તકલીફ પડતી હોય છે. બાળક ડરી જતું હોય છે. સાથે જ સિક્કો કાઢતી વખતે બાળકની અન્નનળીને કોઈ નુકસાન ન થાય તેની પણ પૂરી કાળજી કેવી જરૂરી હોય છે. જોકે બાળકોને નવું જીવન આપનાર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી અસંખ્ય સફળ સર્જરીઓ થઇ છે. તેમાંની એક સર્જરી આજે જોવા મળી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement