For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

કાળના મુખમાં સમાઈ ગયો પરિવાર: વડોદરા નેશનલ હાઈવે પર કાર કન્ટેનર પાછળ ઘૂસી, બે ભાઈના પરિવારમાંથી માત્ર બાળકી જ બચી- પાંચ સભ્યોનાં મોત

12:46 PM Mar 04, 2024 IST | V D
કાળના મુખમાં સમાઈ ગયો પરિવાર  વડોદરા નેશનલ હાઈવે પર કાર કન્ટેનર પાછળ ઘૂસી  બે ભાઈના પરિવારમાંથી માત્ર બાળકી જ બચી  પાંચ સભ્યોનાં મોત

National Highway in Vadodara: વડોદરામાં નેશનલ હાઇવે પર એક મોટી અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક પરિવારના 5 સભ્યોનાં(National Highway in Vadodara) મોત થયા છે. મહત્ત્વનું છે કે, જામ્બુવાથી તરસાલી તરફ કારમાં જતાં પટેલ પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં રોડની સાઇડમાં ઊભેલા કન્ટેનર પાછળ કાર ઘૂસી ગઈ હતી. આ અકસ્માત અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત
વડોદરા નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર મોડી રાતે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. શહેરના તરસાલી વિસ્તારમાં રહેતો પટેલ પરિવાર પોતાના મેડ્રી વતન રાજપીપલા ગયો હતો જ્યાંથી પરત આવતી વખતે રાતે હાઇવેની સાઈડ ઉપર ઉભેલું ટ્રેલર નજરે પડ્યું ન હતું જેથી કાર પાછળથી ઘુસી ગઈ હતી. સદર અકસ્માતમાં પરિવારના પાંચ સભ્યોના મોત થયા હતા.

Advertisement

Advertisement

આ લોકોના થયા મોત
મૃતકોના નામ પ્રજ્ઞેશભાઈ પટેલ, મયુરભાઈ પટેલ, ઉર્વશીબેન પટેલ, ભૂમિકાબેન પટેલ, લવ પટેલ છે. જ્યારે ચાર વર્ષીય બાળકીનો આબાદ બચાવ થયો હતો જેનું નામ અસ્મિતા પટેલ છે. બનાવની જાણ થતા પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

Advertisement

વતનમાંથી પરત ફરતી વખતે હાઇવે પર રસ્તામાં ટ્રેલર પડ્યું
મૃતકોના સંબંધી તૃપ્તિબેન પટેલે જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં મારી ભત્રીજી, જમાઇ,જમાઇના નાનાભાઈ, તેમના પત્ની અને એક દીકરાનું મોત થયું છે. જ્યારે એક દીકરીનો બચાવ થયો છે. એ એમના વતનમાં ગયા હતા અને વતનમાંથી પરત ફરતી વખતે હાઇવે પર રસ્તામાં ટ્રેલર પડ્યું હતું, એટલે કાર ટ્રેલરમાં ઘૂસી ગઇ.

ચાર વર્ષની બાળકી અસ્મિતા પટેલનો આબાદ બચાવ થયો છે.

પિકનિકમાં ગયો હતો પરિવાર
પ્રજ્ઞેશભાઈ પટેલનો પરિવાર તેમના મિત્ર દિલીપસિંહ પરમારના પરિવાર સાથે ગઈકાલે સવારે 9:00 વાગે ભરૂચ જિલ્લાના નિકોરા ગામ ખાતે આવેલા પ્રજ્ઞેશભાઈના ખેતરમાં પિકનિક માટે ગયો હતો. આખો દિવસ પિકનિક મનાવ્યા બાદ બંને પરિવારો વડોદરા આવવા નીકળ્યા હતા. આ સમયે પ્રજ્ઞેશભાઈની અલ્ટો કાર આગળ ચાલી રહી હતી અને તેમના મિત્ર દિલીપસિંહ પરમારની કાર પાછળ ચાલી રહી હતી. આ સમયે અચાનક જ પ્રજ્ઞેશભાઈની કાર ટ્રેલરની પાછળ ઘૂસી જતા પરિવારના પાંચ સભ્યોએ જીવ ગુમાવ્યો હતો. પાછળ આવી રહેલા દિલીપસિંહના પરિવારે તુરંત જ કાર રોકી અકસ્માત સ્થળે પહોંચ્યા હતા.

Tags :
Advertisement
Advertisement