For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ભરૂચ: ધોધમાર વરસાદના કારણે વડલો તૂટી પડતા રિક્ષા અને કારનું પડીકું વળી ગયું; મહિલા સહીત 4 લોકોનાં મોત

12:52 PM Jun 10, 2024 IST | V D
ભરૂચ  ધોધમાર વરસાદના કારણે  વડલો તૂટી પડતા રિક્ષા અને કારનું પડીકું વળી ગયું  મહિલા સહીત 4 લોકોનાં મોત

Bharuch Rain News: રવિવારે વડોદરા અને નર્મદા જિલ્લામાં ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો, જે ગુજરાતમાં ચોમાસાના અકાળે આગમનનો સંકેત આપે છે, જે લાંબા સમયથી ગરમીની સ્થિતિ સામે લડી રહ્યું છે. ભરૂચના શુક્લતીર્થના યાત્રાધામ નગર(Bharuch Rain News) નજીક એક વડનું ઝાડ ચાલતી કાર અને રિક્ષા પર પડતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હતા.

Advertisement

રીક્ષામાં સવાર મહિલાનું મોત
આ ઘટના તવરા ગામના જલારામ મંદિર પાસે સાંજે 4 વાગ્યાના સુમારે બની હતી. ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા એક ઘટાદાર વૃક્ષ ઘરાસાયી થતાં તેની નીચે કાર અને રીક્ષા દબાઈ ગઈ હતી.જેમાં રીક્ષામાં બેઠેલા એક મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર બે યુવકોના મોત નિપજ્યા હતા.

Advertisement

જ્યારે અન્ય લોકોને ઇજાઓ પહોચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતાં. પાંચ લોકોને લઈને કાર ભરૂચ તરફ જઈ રહી હતી અને રિક્ષા શુકલતીર્થ તરફ જઈ રહી હતી. કારમાં મુસાફરી કરી રહેલા પાંચ લોકોમાંથી ત્રણની ઓળખ અંકલેશ્વરના નવા બોરભાથા ગામના હાર્દિક પટેલ અને હિતેશ પટેલ તરીકે થઈ હતી.

Advertisement

તે તેના મિત્રો સાથે નિકોરા ગામ પાસે ક્રિકેટ મેચ રમવા ગયો હતો. અચાનક હવામાનમાં આવેલા પલટાને કારણે વડોદરામાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. અકોટાનો રહેવાસી શંકર મારવાડી અકોટા ગામની પાછળ આવેલી જમીન પર ઊભો હતો ત્યારે તેને વીજળી પડી હતી.

ઘટનામાં મોતને ભેટેલાઓની નામની યાદી

Advertisement

  1. દક્ષાબેન ઠાકોરભાઈ વસાવા, રહે. રામવાટીકા, ભરૂચ
  2. હિતેશ હસમુખ પટેલ રહે. જુનાબોરભાઠા, અંકલેશ્વર
  3. હાર્દિક બાલુ પટેલ રહે. જુનાબોરભાઠા, અંકલેશ્વર.

નબીપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ભરૂચની પૂર્વ પટ્ટી પર બપોર બાદ અચાનક વાતારવરણ માં પલટો આવતા શુકલતીર્થ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ તુટી પડયો હતો.જેમાં શુકલતીર્થ ગામના પાટિયા પાસે મોટો વડનું વૃક્ષ ધરાસાઈ થતા રીક્ષા અને કાર ઝાડ નીચે દબાઇ ગયા હતા.જેમાં રીક્ષામાં સવાર એક મહિલાનું મોત થયું હતું.

Tags :
Advertisement
Advertisement