For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરતના ભરચક વિસ્તારમાં પકડાયું કુટણખાનું: પોલીસ પહોંચી તો મચી ગઈ ભાગમભાગ

01:08 PM Jun 24, 2024 IST | V D
સુરતના ભરચક વિસ્તારમાં પકડાયું કુટણખાનું  પોલીસ પહોંચી તો મચી ગઈ ભાગમભાગ

Surat Spa News: સુરતમાં ફરી એકવાર સ્પાની આદમ ચાલતા કુટણખાના પર પોલીસે તવાઈ બોલાવી હતી. યોગીચોક વિસ્તારમાં આવેલા શુભમ પ્લાઝામાં સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હતું જે અંગેની બાતમી સરથાણા પોલીસને મળી હતી,ત્યારે સરથાણા(Surat Spa News) પોલીસે ત્યાં રેડ કરી સ્પાના સંચાલક અને સાથે જ 5 ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા. આ સાથે જ પાંચ મહિલાઓને પોલીસે મુક્ત કરાવી હતી.

Advertisement

સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસના દરોડા
સુરતમાં સ્પાની આડમાં ઠેર ઠેર કુટણખાના ધમધમી રહ્યાં છે. જેમાં પોલીસ અનેકવાર આરોપીઓને પકડીને સજા પણ આપે છે. જો કે અમુકવાર મોટી માછલી તેમાં બચી જાય છે ત્યારે આજે ફરી એકવાર સરથાણા સરથાણા પોલીસ દ્વારા સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર રેડ કરવામાં આવી હતી. જેમાં યોગીચોક ખાતે આવેલા શુભમ પ્લાઝામાં સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હતું.

Advertisement

લલનાઓને બોલાવી દેહવ્યાપાર કરવામાં આવતો હતો જેની બાતમી સરથાણા પોલીસને મળી હતી ત્યારે સરથાણા પોલીસે બાતમીના આધારે ત્યાં રેડ કરી હતી અને તપાસ હાથ ધરી હતી જેમાં સામે આવ્યું હતું કે સ્પાનો સંચાલક આર્થિક લાભ મેળવવાં દેહ વ્યાપારનો ધંધો કરતો હતો. સ્પામાં ચાલતા કૂટણખાનાથી આસપાસના લોકો પણ હેરાન પરેશાન થયા હતાં. ત્યારે સ્પા સામે સરથાણા પોલીસે કાર્યવાહી કરી 1 સંચાલક અને 5 ગ્રાહકોની ધરપકડ કરી હતી. જ્યારે યૌન શોષણનો ભોગ બનેલી પાંચ મહિલાઓને પોલીસે મુક્ત કરાવી હતી.

Advertisement

દુકાનો ભાડે આપનારા સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્પા અને મસાજપાર્લરના નામે શહેરમાં ઠેર ઠેર કુટણખાના ધમધમી રહ્યાં છે. કુટણખાનામાંથી પોલીસ ગ્રાહકો, સંચાલકો અને લલનાઓને તો પકડે છે પરંતુ આવા ગોરખધંધા માટે દુકાનો ભાડે આપનારા સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જો તેમની સામે કાર્યવાહી થશે તો જ આ બદી કાબૂમાં આવશે.

શું કુટણખાનાને પોલીસ નજર અંદાજ કરે છે?
મહત્વની વાત એ છે કે, સુરત શહેરમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં સુરત શહેરમાં ઠેર ઠેર પાર્લરો ધમધમી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો સુરતના સરથાણા, કાપોદ્રા, અમરોલી, મોટા વરાછા, વરાછા વિસ્તારમાં અસંખ્ય મસાજ પાર્લરની આડમાં કૂટનખાના ચાલી રહ્યા છે ત્યારે શા માટે સુરત પોલીસ નજર અંદાજ કરે છે તેવા અનેક સવાલો લોકો દ્વારા ઉઠવા પામ્યા છે. હાલ તો માત્ર એક સ્પામાં રેડ કરીને માત્ર ને માત્ર કાગળ પર કાર્યવાહી કરતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, એ પણ પોલીસ કંટ્રોલ રૂમ કોલ ગયો ત્યારે રેડ પાડવા માટે પોલીસ ગઈ હતી.

Advertisement

સ્પાની આડમાં ચાલતો ગોરધંધો હવે કોઈનાથી છૂપાયેલી વાત નથી. જેમ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બેફામ દારૂ મળે છે. એજ રીતે સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા પર હવે જાહેર થઈ ચૂક્યાં છે. જેને કારણે પોલીસ તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉભા થાય છે. એટલું જ નહીં આવા સ્પામાં મજા માણવાની આશા એ આવેલાં યુવાનો સાથે હવે છેતરપિંડી, બ્લેકમેઈલીંગ અને હનીટ્રેપના કિસ્સા પણ સામે આવી રહ્યાં છે. આ બાબત વધુ ગંભીર છે.

Tags :
Advertisement
Advertisement