For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

કોંગ્રેસની ડૂબતી નૈયામાં પડ્યું મોટું ગાબડું- પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેરે ધારણ કર્યો કેસરિયો

12:57 PM Mar 05, 2024 IST | V D
કોંગ્રેસની ડૂબતી નૈયામાં પડ્યું મોટું ગાબડું  પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેરે ધારણ કર્યો કેસરિયો

Arjun Modhwadia joined BJP: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. અહીં, પાર્ટીના ટોચના નેતાઓમાંના એક અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી ગઈકાલે રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપવાનું કારણ રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર હોવાનું કહેવાય છે.તેમજ કોંગ્રેસે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાના થોડા સમયમાં જ અંબરીશ ડેરે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ કમલમ ખાતે સમર્થકો સાથે ભાજપમાં અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર વિધિવત રીતે જોડાયા છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભાજપનો(Arjun Modhwadia joined BJP) ખેસ-ટોપી પહેરાવી વિધીવત રીતે સ્વાગત કર્યું છે.

Advertisement

પોરબંદરની લોકસભા બેઠક પરથી મનસુખ માંડવિયા ચૂંટણી લડવાના છે.જેથી અર્જુન મોઢવાડિયાના કોંગ્રેસમાં રાજીનામાથી સીધો ફાયદો ભાજપને જોવા મળી રહ્યો છે. છેલ્લા એક દોઢ મહિનાથી અર્જુન મોઢવાડિયાની ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી.

Advertisement

રાજ્યમાં લોકસભા ચૂંટણીના સમયે યુવાનો નોકરી મેળા માટે રાહ જોઇ રહ્યા છે. જોકે રાજ્યમાં હવે નેતાઓનો ભરતીમેળો ખૂબ ફુલ્યોફાલ્યો છે. રાજ્યમાં અનેક નેતાઓ પોતાના રાજકીય કારકિર્દીના પ્રમોશન માટે પાર્ટી બદલી રહ્યા છે. ત્યારે આજે ગાઁધીનગર કમલમમાં ભરતી મેળાનું આયોજન કરાયું છે. કોંગ્રેસના પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા ભાજપમાં જોડાયા છે. દાયકાઓ સુધી કોંગ્રેસ સાથે રહેનાર અર્જુન મોઢવાડિયા આજે ભાજપનો ખેસ પહેર્યો છે. આ સાથે તો રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર ભાજપમાં જોડાયા છે.પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભાજપનો ખેસ-ટોપી પહેરાવી વિધીવત રીતે સ્વાગત કર્યું છે.

Advertisement

'છેલ્લાં 3 વર્ષથી પાટીલ મને આમંત્રણ આપતા હતા'
રાજીનામું આપ્યા બાદ અંબરીશ ડેરે વધુમાં જણાવતાં કહ્યું હતું કે રાજનીતિમાં આવ્યા બાદ હું પદ પાછળ દોડ્યો નથી. મને સૌથી વધુ દુઃખ કોંગ્રેસનું રામમંદિર પ્રત્યેના વલણનું છે. મેં કોઈ ડીલ કરી નથી. મેં 2003માં જાહેર જીવનની શરૂઆત કરી હતી. અમરેલી જિલ્લામાં યુવા મોરચામાં 20 વર્ષ કામ કર્યું હતું. છેલ્લા ઘણા સમયથી પાર્ટીમાં નિર્ભય રીતે વાત કરતો હતો. રામમંદિર અને કલમ 370 મુદ્દે વાત કરી હતી. દેશમાં તમામ રાજ્યમાં વિવિધતા છે, પણ એકતા પણ મજબૂત છે. છેલ્લાં 3 વર્ષથી પાટીલ મને આમંત્રણ આપતા હતા. હું જ્યાં જોડાયો છું ત્યાં મારા સંબધ છે, કોંગ્રેસમાં મારા સંબધો રહેશે. રસ્તો અલગ હશે, પણ ધ્યેય મારા લોકોની સેવા કરવાનું છે.

'ડેરને ખખડાવવાનો મારો અધિકાર છે'
નવેમ્બર 2021માં અમરેલીમાં આયોજિત એક સામાજિક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે એક નિવેદન કરી રાજુલાના કોંગ્રેસી ધારાસભ્ય અંબરીશ ડેરને પંપાળવાનો પ્રયાસ કર્યો હતો. પાટીલે હસતાં હસતાં કહ્યું હતું કે ડેરને તો મારે એક દિવસ ખખડાવવા પડશે, ખખડાવવાનો મારો અધિકાર છે. સાથે કહ્યું હતું કે આપણે બસમાં બેસતા ત્યારે કેમ રૂમાલ મૂકી જગ્યા રાખતા તેમ અમે ડેર માટે જગ્યા રાખી મૂકી હતી. પાટીલના નિવેદન બાદ અંબરીશ ડેરે કહ્યું હતું કે, ચૂંટણીમાં તમામ પક્ષો જીતી શકે તેવા ઉમેદવારને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયાસ કરતા હોય છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement