For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

5 વર્ષના બાળકે કાળી ઘેલી ભાષામાં કર્યો ચાલીસાનો પાઠ- માસુમની નિર્દોષ ભક્તિએ વિડીયો વાયરલ થતાં યુઝર્સના જીતી લીધા દિલ

06:24 PM Feb 06, 2024 IST | V D
5 વર્ષના બાળકે કાળી ઘેલી ભાષામાં કર્યો ચાલીસાનો પાઠ  માસુમની નિર્દોષ ભક્તિએ વિડીયો વાયરલ થતાં યુઝર્સના જીતી લીધા દિલ

Viral Video: હનુમાન ચાલીસાના પાઠને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેનો પાઠ કરવાથી બજરંગબલી પ્રસન્ન થાય છે અને મુશ્કેલીમાંથી બચાવવાની સાથે તેમની મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.ત્યારે એક હનુમાન ચાલીશા બોલતા બાળકનો વિડીયો વાઇરલ થયો છે.જેમાં તે પોતાની મધુર અને કાલીઘેલી ભાષામાં હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યો છે.જે વિડીયો(Viral Video) હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાઇલર થઇ રહ્યો છે અને લોકોના દિલ જીતી રહ્યો છે.

Advertisement

પાંચ વર્ષના બાળકએ મનમોહક હનુમાન ચાલીશાનો પાઠ કર્યો
ક્યારેક આપણી સમક્ષ એવા પણ કિસ્સા આવતા હોય છે કે જેમાં આપણે જાણીને ચોકી જઈએ છીએ.ત્યારે હાલ સોશિયલ મીડિયામાં પાંચ વર્ષના બાળકનો વિડીયો વાઇરલ થઇ રહ્યો છે.જે ખુબ જ સરસ હનુમાન ચાલીશાનું પઠન કરી રહ્યો છે.આજના બાળકો તેમની મહાન સંસ્કૃતિને ભૂલી રહ્યા છે, પરંતુ એવું જરૂરી નથી કે દરેક બાળક આવું જ હોય.જે આ બાળકને જોઈને સાબિત થાય છે.તેમજ આનો સમગ્ર શ્રેય તેના માતાપિતાને જાય છે કે તેને પોતાના બાળકને આવા વાતાવરણમાં ઢળવા માટે સંસ્કાર આપ્યા.

Advertisement

સ્પષ્ટ ઉચ્ચારણ સાથે કરી રહ્યો છે હનુમાન ચાલીશાનો પાઠ
સામાન્ય રીતે આટલી નાની ઉંમરમાં હનુમાન ચાલીસા યાદ કરવી ખૂબ જ મુશ્કેલ છે.પરંતુ તમે જોઈ શકો છો કે,વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક બાળક પોતાના ઘરના મંદિરમાં આરામથી બેસીને પૂજા કરી રહ્યો છે. આ સિવાય તે હાથ જોડીને હનુમાન ચાલીસાનો પાઠ કરતા પણ જોવા મળે છે. નવાઈની વાત એ છે કે અહીં બાળક હનુમાન ચાલીસાનો પાઠ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે કરી રહ્યો છે. આ જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. તમે પણ આ વીડિયો જોઈને મંત્રમુગ્ધ થઈ જશો.

Advertisement

યુઝર્સએ બાળક પર વરસાવ્યો પ્રેમ
આ વીડિયો sujeet__vaishnav અને dharmesh.sanataniએ કોલાબરેશનથી ઇન્સ્ટા પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોયા બાદ યુઝર્સ બાળક પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. જ્યારે ઘણા લોકોએ વીડીયોને પસંદ કર્યો છે, અને ઘણા યુઝર્સે તેના પર કમેન્ટ કરીને તેમના પ્રતિસાદ આપ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આ બાળકના ઉચ્ચારણ ખૂબ જ સ્પષ્ટ છે.’ જ્યારે બીજાએ લખ્યું, ‘આ બાળકને જોઈને લાગે છે કે તેને ખૂબ જ ઉચ્ચ સ્તરના મૂલ્યો મળ્યા છે.’

Advertisement

Tags :
Advertisement
Advertisement