Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

હાર્ટએટેકનો સિલસિલો યથાવત્ત: ભરૂચમાં 32 વર્ષીય યુવાનનું હોસ્પિટલમાં જ ફરજ દરમ્યાન હાર્ટએટેકથી મોત, એકના એક દીકરાના મોતથી પરિવારમાં છવાયો માતમ

12:38 PM Mar 06, 2024 IST | V D

Bharuch Heart attack: રાજ્યમાં હાર્ટએટેકના કિસ્સાઓ વધતા એક ચિંતાનો વિષય બન્યો છે.ત્યારે આજે ફરી એકવાર ભરૂચમાં(Bharuch Heart attack) 32 વર્ષીય યુવકને હાર્ટઅટેક આવતા મોતને ભેટ્યો હોવાનું સામે આવે છે.ભરૂચની એપેક્ષ હોસ્પિટલના મેલ નર્સ 32 વર્ષીય યુવાનનું હોસ્પિટલમાં હાર્ટએટેક આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. યુવાનના મોતથી પરિવારજનો, હોસ્પિટલ સ્ટાફ સહીત ગ્રામજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Advertisement

યુવાન હોસ્પિટલમાં કામ કરતો હતો
ગુજરાતમાં હવે હાર્ટએટેકના કિસ્સા રોજ સાંભળવા મળી રહ્યા છે. જેમાં પહેલા વૃધ્ધોને હાર્ટ એટેકના હુમલાઓ આવતા હતા, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઇ ગઇ હોય તેમ યુવાનો અને કિશોરોને પણ હાર્ટએટેક આવવા લાગ્યા હોવાના પણ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવો જ વધુ એક કિસ્સો ભરૂચ ખાતે પણ સામે આવ્યો છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે એટલે આપણે તેને લઈને તરત હોસ્પિટલ તરફ ભાગતા હોય છે.પરંતુ જે યુવાનને હાર્ટએટેક આવ્યો તે હોસ્પિટલમાં જ મેલ નર્સ તરીકે ફરજ બજાવતો હતો. ભરૂચની એપેક્ષ હોસ્પિટલમાં મેલ નર્સ તરીકે 32 વર્ષીય શહેઝાદ ઈકબાલ રાયલી ઓપરેશન થીયેટર ફરજ બજાવતો હતો.

બે વર્ષીય પુત્રએ પિતાની છત્રછ્યા ગુમાવી
ત્યારે 4 માર્ચના રોજ સાંજના સમયે તે હોસ્પિટલમાં હાજર હતો તે સમયે અચાનક તેને ગભરામણ થતાં તેને હોસ્પિટલ સંચાલકોએ તાત્કાલિક સારવાર આપવાની શરૂઆત કરી દીધી હતી. પરંતુ તેની તબિયત વધુ બગડતા તેને આઇસીયું વિભાગમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં જ શહેઝાદનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે અચાનક તેના મોતથી પરિવાર, હોસ્પિટલ સ્ટાફ સહીત નબીપુર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે,શહેઝાદના પાંચ વર્ષના લગ્નગાળામાં તેને એક બે વર્ષીય પુત્ર પણ છે.જ્યારે શહેઝાદ તેના પિતાનો એક એક પુત્ર હતો.

Advertisement

હાર્ટ એટેક એ વ્યક્તિની જિંદગીને એક જ સેંકડમાં ખતમ કરી નાખે છે
હાર્ટ એટેક એ વ્યક્તિની જિંદગીને એક જ સેંકડમાં ખતમ કરી નાખે છે. હાર્ટ એટેકના લક્ષણ હોય છે, છાતીમાં દુખાવો સાથે-સાથે બેચેની થવી, શ્વાસ ફૂલવો, કાંડામાં દુખાવો, જડબુ કે પીઠમાં દુખાવો થવો. જો તમને પણ શરીરમાં આવો કોઈ દુખાવો થઈ રહ્યો હોય તો તમે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો.

Advertisement
Advertisement
Tags :
Next Article