Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

ચેમ્બર ઓફ કોમર્સનો 84 મો પદગ્રહણ સમારોહ: પ્રમુખ, ઉપપ્રમુખ વિજય મેવાવાલા અને નીખીલ મદ્રાસી પદગ્રહણ કરશે

06:29 PM Jun 15, 2024 IST | V D

84th Inauguration Ceremony of Chamber of Commerce: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનો 84મો પદગ્રહણ સમારોહ રવિવાર, તા. 16 જૂન, 2024ના રોજ સવારે 09:30 કલાકે પ્લેટિનમ હોલ, સરસાણા ખાતે યોજાશે. જેમાં ચેમ્બર ઓફ કોમર્સના(84th Inauguration Ceremony of Chamber of Commerce) વર્ષ 2024-25ના પ્રમુખ તરીકે વિજય મેવાવાલા અને ઉપ પ્રમુખ તરીકે નિખિલ મદ્રાસી પદ ગ્રહણ કરશે. વિજય મેવાવાલા, ચેમ્બર ઓફ કોમર્સના 78મા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે.

Advertisement

આ પદગ્રહણ સમારોહ ભારતના જળ શકિત મંત્રાલયના માનનીય કેન્દ્રિય મંત્રી સી.આર. પાટીલજીના મહેમાન પદે યોજાશે. જેમાં મફતલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજિંગ ડાયરેકટર  પ્રિયવ્રત મફતલાલ સ્પેશ્યલ ચીફ ગેસ્ટ તરીકે પધારશે. ગાર્ડન સિલ્ક મીલ્સ પ્રા.લિ. એન્ડ એમસીપીઆઇ પ્રા.લિ.ના ડાયરેકટર દેબી પ્રસાદ પાત્ર ચીફ ગેસ્ટ તરીકે સ્થાન શોભાવશે. ગુજરાતના માનનીય ગૃહ મંત્રી (રાજ્ય કક્ષા) હર્ષભાઇ સંઘવી અને સુરતના માનનીય સાંસદ  મુકેશભાઇ દલાલ સ્પેશ્યલ ગેસ્ટ તરીકે સમારોહમાં ઉપસ્થિત રહેશે. જ્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તેમજ એસ્ટ્રલ લિમિટેડના ચેરમેન એન્ડ એમડી શ્રી સંદીપ એન્જીનિયર અને નવી દિલ્હી સ્થિત રોયલ થાઇ એમ્બેસીના એમ્બેસેડર હર એકસલન્સી મીસ પાતારાત હોન્ગટોન્ગ અતિથિ વિશેષ તરીકે સમારોહમાં હાજરી આપશે.

વર્ષ 2024-25ના પ્રમુખ વિજય મેવાવાલાનો પરિચય....
વિજયભાઈ મેવાવાલા છેલ્લા 39 વર્ષથી કતારગામ ખાતે કે. મોહનલાલ એન્ડ કંપનીના નામથી વિવિંગ યુનિટ ધરાવે છે. વિજયભાઈનો જન્મ 29 સપ્ટેમ્બર, 1961ના રોજ થયો હતો. તેમણે બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો છે. પાછલા એક દાયકાથી મેસર્સ પ્રેક્ષા ટેક્ષના નામથી કતારગામ ખાતે અદ્યતન ટેક્ષ્ટાઈલ હાઉસ થકી સુરત ખાતે ટેક્ષ્ટાઈલ ટ્રેડીંગનો વ્યવસાય પણ કરી રહ્યા છે. વિજયભાઈ મેવાવાલા છેલ્લા 20 વર્ષથી મેનેજિંગ કમિટી સભ્ય તરીકે ચેમ્બરમાં સક્રિય છે. પોતાના ભાગે આવેલી જવાબદારીને સંપૂર્ણ નિષ્ઠાથી પરિપૂર્ણ કરવી એ તેમની કર્તવ્યપરાયણતા દર્શાવે છે. વર્ષોથી અલગ અલગ ક્ષેત્રોમાં નેતૃત્વ કરતા રહ્યા છે અને તેથી વિવિધ વ્યક્તિત્વો સાથે સહેલાઈથી કાર્ય કરી શકે છે.

Advertisement

મેનેજિંગ કમિટીમાં તેઓ વર્ષ 2004-05માં જોડાયા. આજ પર્યંત અવિરતપણે ટેક્ષ્ટાઈલ ઉપરાંત વિવિધ કમિટીઓના ચેરમેન તરીકે યોગદાન આપ્યું. ટેક્ષ્ટાઈલ ઉદ્યોગના પ્રશ્નોને ઝીણવટપૂર્વક સમજીને તેના ઉકેલ માટે પ્રયત્નો કર્યા અને તેમાં તેઓ સફળ પણ રહ્યા. ચેમ્બરના વિવિધ એક્‌ઝીબીશનો જેવા કે ફાયબર ટુ ફેશન, ઉદ્યોગ, યાર્ન અને ઓટો એક્ષ્પોમાં મહત્વનું યોગદાન આપ્યું.

વર્ષ 2019-20માં ફ્‌લેગશીપ એક્‌ઝીબીશન 'ઉદ્યોગ'ના ચેરમેન તરીકે સફળતામાં ચાર ચાંદ લગાવ્યા. માનનીય ટેક્ષ્ટાઈલ મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઈરાની સમક્ષ સુરતના ટેક્ષ્ટાઈલ પ્રશ્નોને વાચા આપી. શ્રી વિજયભાઈ, માત્ર હોદ્દાના નહિ પરંતુ કર્તવ્ય નિષ્ઠાના વ્યક્તિત્વ છે. અત્યાર પર્યંત પાછલા 20 વર્ષથી સતત મેનેજિંગ કમિટીમાં ચૂંટાતા આવેલા વિજયભાઈની મેનેજિંગ કમિટીમાં માત્ર ઉપસ્થિતિ નહીં પરંતુ હકારાત્મક સક્રિયતા તેની ગવાહી પૂરી પાડે છે. ચેમ્બરના વિવિધ હોદ્દા જેવા કે કમિટી ચેરમેન, ગ્રુપ ચેરમેન અને એકઝીકયુટીવ કોર–કમિટીની જવાબદારી પણ તેમણે નિભાવી છે.

Advertisement

વર્ષ 2022-23માં સીટેક્ષ એક્‌ઝીબીશનના કો–ચેરમેન તરીકે ઉલ્લેખનીય કાર્ય કરી બતાવ્યું.

ચેમ્બરના ઇતિહાસમાં ચાર વર્ષના સમયગાળા બાદ ફરી એકવાર વિજયભાઈ મેવાવાલાની ચેરમેનશીપ હેઠળ SITME એકઝીબીશન યોજાયું. પ્રમુખ હિમાંશુભાઈ બોડાવાલાના આહ્‌વાનને માન આપીને ગૃપ ચેરમેન તરીકે વિજયભાઈ મેવાવાલા દ્વારા વર્ષનો સૌપ્રથમ MSME કોન્કલેવ યોજાયો, જે દક્ષિણ ગુજરાતનો સૌથી સફળ MSME Development Conclave હતો.

આમ, ભારતના આર્થિક ગ્રોથ એન્જિન સમા સુરત અને દક્ષિણ ગુજરાતના આર્થિક વિકાસ માટે સીમાચિન્હરૂપ કાર્ય કરી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની શાખને વધુ બળવત્તર અને વૈશ્વિક બનાવવાનો પ્રયત્ન તેમણે કર્યો છે.

અન્ય સંસ્થાઓમાં ઉત્તરદાયિત્વ

- મેનેજિંગ કમિટી સભ્ય તરીકે મંત્રા, સુરત ટેક્ષ્ટાઈલ ક્લબ, સાઉથ ગુજરાત પ્રોડકટીવીટી કાઉન્સિલમાં સક્રિય.
- સ્પોર્ટસ પર્સન તરીકે તેઓ સાયકલીંગ ક્લબ ઓફ સુરતના સ્થાપક પ્રમુખ છે.
- સુરતની જાણીતી સુરત ટેનિસ કલબના કમિટી સભ્ય છે.
- સુરત સીટી જીમખાના અને સુરત ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશન સાથે પણ સંલગ્ન છે.
- શ્રી અમદાવાદી ચાંપાનેરી ઘાંચી જ્ઞાતિમાં ૩ વર્ષ પ્રમુખ દરમ્યાન કોવિડમાં સફળ કામગીરી અને હાલમાં IPP તરીકે સેવામાં કાર્યરત છે.

આવી બહુમુખી પ્રતિભા ધરાવતા શ્રી વિજયભાઈ મેવાવાલા, છેલ્લાં ૮૪ વર્ષથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વેપાર – ઉદ્યોગના વિકાસાર્થે મજબૂત પ્રતિનિધત્વ કરનાર ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્ષ ર૦ર૪–રપના પ્રમુખ તરીકે પોતાનો કાર્યભાર આગળ ધપાવશે.

વર્ષ 2024-25ના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીનો પરિચય...

તા. 25 મે, 1964ના રોજ સુરતમાં જ જન્મેલા, મૂળ સુરતી એવા માત્ર મદ્રાસી અટકધારી શ્રી નિખિલભાઇ બી.કોમ.ની શૈક્ષણિક કારકિર્દી ધરાવે છે.

વર્ષ 1989માં ચેમ્બરની કારકિર્દીની શરૂઆત કરનાર નિખિલ મદ્રાસી ચેમ્બરમાં એકમાત્ર એવા વ્યક્તિત્વ છે કે જેમણે અલગ–અલગ ત્રણ સમયે માનદ્દ મંત્રી પદનો હોદ્દો શોભાવ્યો હોય. આ ઉપરાંત, એક વખત એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર, એક વાર પબ્લિક રિલેશન ઓફિસર અને એક વાર પ્રોગ્રામ કમિટિ ચેરમેન અને છેલ્લા બે વર્ષથી ચેમ્બરના આદર્શ અને ઉત્તરદાયિત્વના પ્રતિબિંબ કરાવતા દર્પણ એવા ‘સમૃદ્ધિ’ મેગેઝીનના સંપાદક તરીકે આંખે ઉડીને વળગે તેવી કામગીરી કરી છે.

ચેમ્બર ઓફ કોમર્સ જેમના અસ્તિત્વમાં અને કણેકણમાં વસે છે, ચેમ્બરની આંટીઘૂંટીઓને જેઓ વ્યવસ્થિત રીતે સમજી શકયા છે અને ચેમ્બરના બંધારણની જેમને રજેરજની માહિતી છે એવા નિખિલભાઈએ પોતાના જીવનના ૩પ વર્ષ ચેમ્બરને સમર્પિત કર્યા છે. નિખિલ મદ્રાસી એ સુરતીઓ માટે ખૂબ જાણીતું નામ છે.

ચેમ્બર ઓફ કોમર્સ ઉપરાંત પણ તેઓ ઘણી સંસ્થાઓની સાથે સંકળાયેલા છે અને ઘણી પ્રવૃત્તિઓમાં તેમની મહત્વની ભૂમિકા રહેલી છે.

સુરતની સૌથી જૂની શૈક્ષણિક સંસ્થા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની એસ.પી.બી. ઇંગ્લિશ મીડીયમ કોમર્સ કોલેજના વહીવટી સમિતિના અધ્યક્ષ ઉપરાંત સોસાયટીની અન્ય શાળાઓ અને કોલેજોમાં 13થી પણ વધુ કમિટિઓમાં જવાબદારી અને સોસાયટીના મુખપત્ર ‘સાર્વજનિકન’ના તેઓ સંપાદક છે અને સાથે સાથે સાર્વજનિક યુનિવર્સિટીમાં પણ તેઓ પોતાનું સક્રિય પ્રદાન આપી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય સંસ્થા રોટરીમાં તેઓ વર્તમાનમાં આસી. ગવર્નર, રોટરી ક્લબ ઓફ સુરતના ભૂતપૂર્વ પ્રમુખ અને સમગ્ર ડીસ્ટ્રીકટ 3060ના મુખપત્ર ‘ગવર્નર મંથલી લેટર’ના તેઓ સંપાદક છે.

જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન – જીતો, સુરત વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિ, મહાવીર ઇન્ટરનેશનલ – આ તમામ સંસ્થાઓમાં તેમનું સક્રિય યોગદાન રહેલું છે.

વ્યવસાયિક ધોરણે તેઓ ટ્રેઈનર, લાઈફ કોચ અને બિઝનેસ કોચ છે. પબ્લિક સ્પીકિંગના માધ્યમ દ્વારા હજારો વિદ્યાર્થીઓ અને તેનાથી વધારે સુરતીઓને અસરકારક વક્તા બનાવવામાં તેમનો સિંહફાળો છે.

આપણે સૌ તેમને ‘સુરત ચેનલ’ના પર્યાય તરીકે ઓળખીએ છીએ. સમગ્ર દેશની સૌ પ્રથમ સ્થાનિક ચેનલના સંચાલક તરીકે તેમણે સતત ર૦ વર્ષ સુધી આ શહેર પર એકચક્રી સામ્રાજ્ય ભોગવ્યું હતું. એક સમય હતો જ્યારે આખું શહેર તેઓ જેમ દિશા નિર્દેશ કરતાં તેમ ચાલતું હતું અને એ વાસ્તવિક હકીકત છે.

હાલમાં પણ તેઓ મીડિયા પર્સન તરીકે સક્રિય છે અને નાના માણસની મોટી વાતો તેમજ મોટા માણસની નાની વાતો પ્રસ્તુત કરતા ‘પેજ થ્રી’ મેગેઝીન અને ‘પેજ થ્રી કોફી બુક’ના તેઓ સંપાદક છે.

તેમના ધર્મપત્ની શ્રીમતી અલ્પાબેન પણ વ્યવસાયમાં સક્રિય રહીને જોબ પોર્ટલ અને મેરેજ બ્યુરો ચલાવી રહયા છે. સુરતની અગ્રણી કંપનીઓ – એન.જે. ઇન્ડિયા રિફ્રેશ, કન્સેપ્ટ ઇન્વેસ્ટવેલ અને એપલ સારીઝની ડિસ્ટ્રીબ્યુટરશિપ તેઓ ધરાવે છે.

નિખિલભાઇના એક માત્ર સુપુત્ર શ્રી મંથન મદ્રાસી બ્રાન્ડીંગ એક્ષ્પર્ટ છે. પુત્રવધુ દેશના ખાનગી પ્રિ–નર્સરી શાળામાં પ્રશિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેમની 7 વર્ષની પૌત્રી ગાથા રિલાયન્સ ફાઉન્ડેશનમાં ધોરણ ૩માં અભ્યાસ કરે છે.

ખૂબ લો–પ્રોફાઈલ વ્યક્તિત્વ ધરાવતા, દિલના અમીર, ખાનદાની ખમીર, માનવીય સંબંધો બાંધવામાં માહિર અને આપણા સૌના જાણીતા અને માનીતા શ્રી નિખિલ મદ્રાસી, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્ષ ર૦ર૪–રપના ઉપ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે.

Advertisement
Tags :
Next Article